જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરમાં રાંદલનગર વિસ્તારમાં બાપા સીતારામની મઢુલી પાસેથી ત્રણ મહિલાઓને તીનપતિનો જૂગાર રમતા રૂા.2120 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ નોટિસ આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, કાલાવડમાં પાણીના ટાંકા નજીક ઢોલીયા પીરની દરગાહ પાસે વર્લીના આંકડા લખી જૂગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ઈમરાન ઉર્ફે રાહુલ ઉર્ફે અનુડો ઈકબાલભાઈ બાનાણી નામના શખ્સને ઝડપી લઇ રૂા. 1180 ની રોકડ તથા વર્લીની સ્લીપ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગરના કાલાવડનાકા બહાર ગુજરાતી વાડ માતમ ચોકમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે દરોડા દરમિયાન શબીર હશન ખુરેશી નામના શખ્સને ઝડપી લઇ વર્લીના આંકડા લખેલ બે નંગ ચીઠી, એક બોલપેન મળી કુલ રૂા.10450 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગરમાં કાલાવડનાકા બહાર માલધારી હોટલ રીક્ષા સ્ટેન્ડ પાસેથી જાહેરમાં વર્લીમટકાના આંકડા પર હારજીત કરતા આમીર સલીમ સમા અને સદામ અસગર શેખ નામના શખ્સોને બે નંગ ચીઠી તથા બોલપેન એક અને રોકડ રૂા.10230 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.