ગુજરાતમાં આગામી તા.14 માર્ચથી 29 માર્ચ દરમિયાન ધો.10 તેમજ ધો.12(સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા યોજાનાર છે. પરીક્ષાના સમય દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓને પૂરતું માર્ગદર્શન મળી રહે. વિદ્યાર્થીઓમાં પરીક્ષા અંગેનો ભય દૂર થાય, વિદ્યાર્થીઓ મુક્ત અને કોઈપણ પ્રકારની ચિંતા વગર પરીક્ષા આપી શકે તેમજ વિદ્યાર્થીઓને લગતા પ્રશ્ર્નોનું નિરાકરણ લાવી શકે તે હેતુસર જામનગર જિલ્લામાં હેલ્પલાઈન સેન્ટરો શરૂ કરવામાં આવનાર છે. આગામી તા.6 માર્ચથી તા.30 માર્ચ સુધી સવારના 10 થી સાંજે 6:30 કલાક સુધી 20 જેટલા હેલપાઇન સેન્ટરો કાર્યરત રહેશે.
વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માર્ગદર્શન અને તેમના પ્રશ્ર્નોના નિરાકરણ માટે મોબાઈલ નંબર મારફતે કાઉન્સેલરનો સંપર્ક કરી શકશે. એમ.એસ. લાડાણીન-કંટ્રોલરૂમના અધિકારી -0288-2553321 એમ.ટી. વ્યાસ -9824518199, કમલેશભાઇ શુક્લ -9913701771, કેશુભાઇ ઘેટીયા -9427774173, પ્રવિણભાઇ સુરેજા -9898847096, કમલેશભાઇ વિસાણી -7698094142, વિજયાબેન બોડા -9426979992, સુરભિબેન પંડ્યા -9726711865, જયસુખભાઇ ચાવડા -9824206264, મુકેશભાઇ જોષી -9427233144, બિન્દુબેન ભટ્ટ -9427944855, વર્ષાબેન ત્રિવેદી -8200534077, માલાબેન ઠાકર -9427207503, ઉર્મિબેન ત્રિવેદી -9427219486, ઉષાબેન માનસાતા -9427937003, જયોત્સનાબેન દવે -9429141391, સંધ્યાબેન માંકડ -9913844226, હર્ષિદાબેન દવે -9428726632, જ્યોતિબેન વાળા -9428216788, ભાવનાબેન ઠાકર -9429794343 સહિતના નંબરો ઉપર સંપર્ક કરી શકાશે તેમ જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.