Friday, December 27, 2024
Homeરાજ્યહાલારદ્વારકામાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો

દ્વારકામાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો

હાઈ પ્રોફાઈલ જુગારના અખાડામાંથી રૂ. 10.25 લાખના મુદ્દામાલ સાથે ચાર શખ્સો ઝડપાયા, એક ફરાર

- Advertisement -

દેવભૂમિ દ્વારકામાં ગત સાંજે એલસીબી પોલીસ દ્વારા જુગાર સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખના બંગલામાંથી જુગારની મોજ માણતા ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે ખંભાળિયાનો એક શખ્સ નાસી છૂટવામાં સફળ થયો હતો. આ દરોડા દરમ્યાન એક મોટરકાર સહિત કુલ રૂપિયા 10.25 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે.

- Advertisement -

આ ચકચારી જુગાર દરોડા પ્રકરણમાં જાહેર થયેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના મુજબ એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફ દ્વારા ગઈકાલે સાંજે દ્વારકા પંથકમાં પેટ્રોલિંગ અંગેની કામગીરી કરવામાં આવી હતી. ગઈકાલે મંગળવારે મોડી સાંજે એલ.સી.બી.ના પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. સજુભા જાડેજા, અરજણભાઈ મારુ તથા પ્રદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા જીતેશભા મેપાભા માણેક (ઉ.વ. 42) નામના શખ્સ દ્વારા તેના “શીવ વિલા” નામના બંગલામાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે લાલ ઉઘરાવીને જુગારનો અખાડો ચલાવતા હોવાનું ધ્યાને આવતા આ સ્થળે એલસીબી પોલીસ દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવી હતી.

આ કાર્યવાહીમાં જીતેશભા ઉર્ફે જીતુભા મેપાભા માણેક (ઉ.વ. 42), ખંભાળિયામાં ગુલાબ નગર ટેકરી વિસ્તારમાં રહેતા રાજા ઉર્ફે કાનો વેજાણંદ જોગાણી, કલ્યાણપુર તાલુકાના ભોગત ગામે રહેતા મંગળસિંહ ઉર્ફે હકુભા ભૂપતસિંહ વાઢેર અને ભોગાત ગામના નગા ગગુ ગઢવી નામના ચાર શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.

- Advertisement -

ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 3,05,200 ની રોકડ રકમ તેમજ રૂ. 20,000 ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન ઉપરાંત આરોપી રાજા ઉર્ફે કાનો વેજાણંદ જોગાણીની માલિકીની જી.જે. 37 બી. 9250 નંબરની સફેદ કલરની રૂપિયા 7 લાખની કિંમતની ક્રેટા મોટરકાર મળી કુલ રૂ. 10,25,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરોડાની આ કાર્યવાહી દરમિયાન ખંભાળિયામાં રહેતો દુલા લુણા ગઢવી નામનો શખ્સ પોલીસને ચકમો આપીને નાસી છૂટ્યો હોવાનું વધુમાં જાહેર થયું છે. જેથી પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસર તપાસ હાથ ધરી છે.
આ જુગાર દરોડામાં ઝડપાયેલા જીતેશભા ઉર્ફે જીતુભા માણેક દ્વારકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હોવાનું તેમજ આ દરોડાના અન્ય આરોપી નગા ગગુ ગઢવી ભોગાત ગામના પૂર્વ સરપંચ હોવાનું તથા આ કામગીરીમાં ફરાર થઈ ગયેલા ખંભાળિયાના દુલા લુણા ગઢવી ખંભાળિયા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યના ભાઈ થતા હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન બી.એમ. દેવમુરારી, એમ.કે. ગઢવી, સજુભા જાડેજા, અરજણભાઈ મારુ, સહદેવસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, ગોવિંદભાઈ કરમુર, નરસીભાઈ સોનગરા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular