જામનગર શહેરમાં મંગલબાગ શેરી નં. 1 પાસે આવેલા બંધ મકાનના સેપ્ટીના ખાડામાં ગઇકાલે રવિવારે સાંજના સમયે શ્ર્વાનનું બચ્ચું ફસાઇ ગયું હતું. આ ઘટનાની ફાયર વિભાગને જાણ થતા જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતાં અને અંદાજીત સવા કલાકની જહેમત બાદ શ્ર્વાનના બચ્ચાને જીવીત બહાર કાઢી રેસ્ક્યુ પાર પાડ્યું હતું.


