જામનગર તાલુકાના દરેડી જીઆઇડીસી વિસ્તારમાંથી એસઓજીની ટીમે ઉત્તરપ્રદેશના વતનીને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી લઇ વધુ પુછપરછ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડી જીઆઇડીસી વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે શખ્સ આવ્યો હોવાની એસઓજીના શોભરાજસિંહ જાડેજા, રાજેશ મકવાણા, હર્ષદકુમાર ડોરીયા, અનિરૂધ્ધસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.ડી.પરમાર તથા ટીમે વોચ ગોઠવી દરેડમાંથી ઉત્તરપ્રદેશના પીલીભીત જીલ્લાના અમરીયા તાલુકાના ભીખારીપુરના વતની શમશુદીન બસરૂદીન સીદીકી નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો રૂા.5000 ની કિંમતનો તમંચો મળી આવતા એસઓજીએ શમશુદીન બસરૂદીન સીદીકીની ધરપકડ કરી ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી હતી.