Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જિલ્લાના જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં લોનના ચેક વિતરણનો સમારોહ

જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જિલ્લાના જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં લોનના ચેક વિતરણનો સમારોહ

- Advertisement -

જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા પ્રજાજનોને વ્યાજખોરોના ત્રાસ માંથી બચાવવાના ભાગરૂપે જામનગર જિલ્લાના સાંસદ, મેયર, ધારાસભ્યો અને જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપરાંત જિલ્લા પોલીસવડાના અધ્યક્ષ સ્થાને જામનગરના ટાઉનહોલમાં લોન મેળવનારા લાભાર્થીઓ માટેના ચેક વિતરણનો સમારોહ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકો ઉમટી પડ્યા હતા.

- Advertisement -

જામનગર જિલ્લા પોલીસ તંત્રના પ્રયાસોથી શહેર જિલ્લાના 27 લાભાર્થીઓ 72.35 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.આ વેળાએ જુદી જુદી બેંકના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા, અને લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પ્રથમ તબક્કામાં 74 લાખના ચેક વિતરણ કરી દેવાયા હતા, ઉપરાંત અન્ય લાભાર્થીઓ માટે બેન્ક લોનની પ્રક્રિયાઓ ચાલુ રાખવામાં આવી હતી. જેના અનુસંધાને બીજા તબક્કામાં કુલ 27 લાભાર્થીઓને ઉપસ્થિત મહેમાનોની હાજરીમાં કુલ 72,35,400 ની લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવેલી વ્યાજખોરો સામેની ઝુંબેશ ને જામનગર જિલ્લામાં સુંદર પ્રતિસાદ મળ્યો છે અને પોલીસ તંત્રએ ખૂબ જ અસરકારક કામગીરી બજાવી છે ત્યારે જામનગર જિલ્લામાં સૌથી વધુ એ ભાઈ આર દાખલ થઈ છે, અને અને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. વ્યાજખોરો ની ચૂંગાલમાંથી મુક્તિ મળ્યા પછી જામનગરની જનતાને સરળતાથી લોન મળી રહે તે માટે પોલીસ દ્વારા મધ્યસ્થી કરવામાં આવી હતી, જેના અનુસંધાને જુદી જુદી બેંકો સાથે વાટાઘાટો કર્યા પછી લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

જે ચેક વિતરણના સમારોહમાં જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ સર્વે મહેમાનો નું સ્વાગત કર્યું હતું, અને જામનગર ની જનતા કે જેઓ હજુ પણ કોઈ વ્યાજખોરો ફસાયા હોય તો તેઓએ વિના શંકોચે અને ભય રાખ્યા વિના જામનગરના પોલીસ તંત્ર નો સંપર્ક સાધવા અનુરોધ કર્યો હતો.

- Advertisement -

આ સમારોહના મુખ્ય અતિથિ એવા જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ કે જેઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં પ્રજાલક્ષી કાર્યો થઈ રહ્યા છે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લોકોના આરોગ્ય સહિતની ચિંતા કરી રહ્યા છે. સૌ પ્રથમ ગુજરાત રાજ્ય એવું છે કે જયાં પ્રજાને ‘મા’ કાર્ડ વતી આરોગ્ય ક્ષેત્રે દસ લાખ સુધીની આર્થિક સહાય મળી રહે છે. ઉપરાંત ગુજરાતની પ્રજાનું આર્થિક શોષણ ન થાય, તેના ભાગરૂપે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી કે જેઓએ વ્યાજખોરીનું દૂષણ ડામવા માટેની વિષેશ ઝુંબેશ ચલાવવામાં આવી છે, અને જામનગર જિલ્લામાં ખૂબ જ મહત્વની કામગીરી થઈ છે. તેથી પોલીસ તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત બે મહિનાના સમયગાળા દરમિયાન અનેક વ્યાજખોરો ભોંભીતર થઈ ગયા છે. હજુ પણ કોઈ નાગરિકો વ્યાજખોરી ના દૂષણ માં ફસાયા હોય તો જાગૃત બનીને સામે આવવાની જરૂર છે. જો પ્રજા જાગૃત બનશે તો તંત્રની પૂરી મદદ મળી રહેશે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્રને સારી કામગીરી ને બિરદાવી હતી.

જામનગરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા કે જેઓએ વ્યાજખોરી ના દૂષણને ડામી દેવા માટે જામનગર જિલ્લાના પોલીસ તંત્રની કાર્યવાહીની સરાહના કરી હતી, અને લોકો જરૂરિયાત વિના લોન તરફ ન વળે, ખોટી દેખાદેખી કરીને લોન મેળવીને કરજદાર ન બને, ઉપરાંત જરૂરિયાત મુજબની લોન મેળવે, જેના કારણે ફરીથી આર્થિક ભારણ ન આવે, તેવી ખાસ વિનંતી કરી હતી.

જામનગરના ડીવાયએસપી ડી.પી.વાઘેલાએ આભાર દર્શન કર્યું હતું, જયારે નગરના કલાકાર ડો. કેતન કારિયાએ સમગ્ર સમારોહનું સંચાલન કર્યું હતું. આ વેળાએ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂની આગેવાનીમાં જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના ડીવાયએસપી, તથા જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર, જિલ્લાના જુદા-જુદા પોલીસ મથકના અન્ય પોલીસ ઇન્સ્પેક્ટર, અને પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો, એલસીબી અને એસઓજીની ટુકડી વગેરે પોલીસની ટીમ હાજર રહી હતી અને જરૂરિયાતમંદ લોકોને સ્થળ પરથી લોનના ચેક મળી જાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર જિલ્લાના સંખ્યાબંધ જરૂરિયાતમંદ નાગરિકો હાજર રહયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular