Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપર્યાવરણ રક્ષા અને ફીટનેસ અર્થે સાઇકલોફન યોજાઇ

પર્યાવરણ રક્ષા અને ફીટનેસ અર્થે સાઇકલોફન યોજાઇ

100, 50, 25, 10 અને 5 કિ.મી.માં 1200થી વધુ લોકો જોડાયા: કમિશનર વિજયકુમાર ખરાડીએ પણ સાઇકલીંગમાં ભાગ લઇ ફીટનેસનો સંદેશ આપ્યો

- Advertisement -

જામનગરમાં રોટરી ક્લબ ઓફ છોટી કાશી દ્વારા ગઇકાલે રવિવારે પર્યાવરણ રક્ષણ, પ્રદૂષણ મુક્ત આવાગમન તથા ફીટનેસના સંદેશ સાથે સાઇક્લોફન 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1200 થી વધુ સાઇકલીસ્ટોએ ઉત્સાહપૂર્વક જોડાઇ સાઇકલીંગ કર્યું હતું. આ તકે મ્યુ. કમિશનર વિજયકુમાર ખરાડીએ પણ ભાગ લઇ યુવાનોને ફીટનેસનો સંદેશ આપ્યો હતો.

- Advertisement -

જામનગરમાં ગઇકાલે રવિવારે રોટરી ક્લબ ઓફ છોટીકાશી દ્વારા સાઇકલોફનનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણરક્ષા, ફીટનેસ સહિતના સંદેશ સાથે યોજાયેલી આ સાઇકલોફનનો સવારે 6 વાગ્યે ઓશવાળ સેન્ટર ખાતેથી મ્યુ. કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્તાન કરાવ્યું હતું. આ સાઇકલોફનમાં 100 કિ.મી., 50 કિ.મી., 25 કિ.મી., 10 કિ.મી. અને 5 કિ.મી. માં 1200 થી વધુ સાઇકલીસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 100 કિ.મી.ના સાઇકલીસ્ટોએ ઓશવાળ સેન્ટરથી શરૂસેકશન, પી.એન. માર્ગ થઇ સુભાષબ્રિજથી રાજકોટ હાઇ-વે પરના લૈયારા ગામ સુધી, 50 કિ.મી.ના સાઇકલીસ્ટોએ ફલ્લા ગામથી પરત જામનગર તેમજ 5,10 અને 25 કિ.મી.ના સાઇકલીસ્ટો ઓશવાળ સેન્ટરથી ગાંધીનગર બેડેશ્ર્વર ઓવરબ્રીજ થઇ વાલસુરા નેવીમથકથી રોજી બંદર અને બેડી મરીન પોલીસ એમ વિવિધ ગંતવ્ય સ્થાનો સુધી જઇને પરત ઓશવાળ સેન્ટર ખાતે પહોંચ્યા હતાં.

- Advertisement -

આ સાઇકલોફનમાં જામનગર મહાનગર પાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીએ પણ સાઇકલીંગમાં ભાગ લઇ યુવાઓને ફીટનેસનો સંદેશ આપ્યો હતો તેમજ સહારાબેન મકવાણા પણ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પોલીસ ટીમે સાઇકલીસ્ટોને ટ્રાફિક અડચણ ન રહે અને અકસ્માતનું જોખમ ન રહે તે માટે એસ્કોર્ટીંગ કરી સતત ખડેપગે રહી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular