જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાને અતિઆધુનિક ચાર નવા વાહનો ખરીદી કરી તેની ફાળવણી કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની પ્રોજેકટ એન્ડ પ્લાનિંગ શાખા દ્વારા ફાયર વિભાગ માટે ચાર નવા વાહનોની ફાળવણી કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપલિકા દ્વારા ફાયર શાખા માટે સાત નવા વાહનોની ખરીદી કરવામાં આવી છે. જે પૈકી ચાર વાહનો તૈયાર થઇ આવી જતાં આજરોજ તેની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં બે વાહનો મીની રેસ્ક્યૂ માટેના છે. જ્યારે બે વાહનો કમાન ઓફિસર માટેના આગ બચાવ કામગીરીના હોવાનું સી.એસ. પાંડેયન-ડે. ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું.


