Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયકાલથી એનએસઇમાં સાંજે પાંચ વાગ્યા સુધી ટ્રેડિંગ થશે

કાલથી એનએસઇમાં સાંજે પાંચ વાગ્યા સુધી ટ્રેડિંગ થશે

બજાર નિયામક સેબીએ નવા ટાઇમીંગ અંગે જારી કર્યો સકર્યુલર

દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જએ ઈન્ટરસ્ટ રેટ ડેરિવેટિવ્સ માટે વેપારનો સમય વધારી સાંજના 5 વાગ્યા સુધીનો કરી દીધો છે. આ નવો ફેરફાર આવતીકાલથી લાગુ થશે. હાલમાં સ્ટોક એક્સચેન્જ પર આ કોન્ટ્રાક્ટના વેપારનો સમય સવારના 9 વાગ્યાથી સાંજના 3 વાગ્યા સુધીનો છે.

- Advertisement -

આ મામલે એનએસઇએ એક સર્ક્યુલર જાહેર કર્યું છે. તેમાં જણાવ્યું કે અમે અંડરલાઈંગ માર્કેટને સમય સાથે મિલાવવા માગીએ છીએ એટલા માટે જ આ પગલું ભર્યું છે. ટાઈમિંગ વધારવાની રુપરેખા બજાર નિયામક સેબીએ 2018માં તૈયાર કરી હતી. અહેવાલ અનુસાર એનએસઇએ કહ્યું કે ફેબ્રુઆરી એક્સપાયરી ડેટવાળા ઈન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્સના કોન્ટ્રાક્ટ હવે 23 ફેબ્રુઆરીની સાંજે 5 વાગ્યા સુધીના ટ્રેડિંગ માટે જ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત કોઈ બીજા ઈન્ટરસ્ટ રેટ ડેરિવેટિવ્સવાળા કોન્ટ્રાક્ટનું ટ્રેડિંગ ટાઈમ વધારાયું નથી. સેટલમેન્ટની ફાઈનલ કિંમતના કેલ્ક્યૂલેશનની સિસ્ટમમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular