Saturday, December 6, 2025
Homeરાજ્યબેટ દ્વારકાના સગર્ભા મહિલા માટે 108 બની જીવન રક્ષક

બેટ દ્વારકાના સગર્ભા મહિલા માટે 108 બની જીવન રક્ષક

પ્રસુતિની પીડા ઉપાડતા બોટમાં કરવામાં આવી પ્રસુતિ

ઓખાની 108 ઈમરજન્સી બોટ વાન દ્વારા બેટ દ્વારકાની એક સગર્ભા મહિલાની બોટમાં જ પ્રસુતિ કરી, ઈમરજન્સીના સમયે નોંધપાત્ર કામગીરી કરીને માતા તથા નવજાત બાળકને નવજીવન આપવામાં આવ્યું હતું.

- Advertisement -

બેટ દ્વારકા ટાપુ ખાતે રહેતા એક મહિલાને પ્રસુતિની પીડા ઉપાડતા આ અંગે 108 નો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેથી 108 બોટની ટીમ તાકીદે આ સ્થળે પહોંચી ગઈ હતી અને 108ના ઈ.એમ.ટી. હરેશ જાદવ દ્વારા સગર્ભા મહિલાને બોટ મારફતે હોસ્પિટલમાં લઈ જવાની કામગીરી કરવામાં આવી હતી.

પરંતુ બોટમાં જ સગર્ભા મહિલાને અસહ્ય દુખાવો ઉપાડતા પ્રસુતિની પીડા પારખીને 108 બોટના સ્ટાફ દ્વારા બોટમાં જ મહિલાની પ્રસુતિ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન નવજાત બાળકના ગળા ફરતે નાળ વીંટળાઈ હોવાનું પણ તેઓના ધ્યાને આવતા કાળજીપૂર્વક બાળકની પ્રસુતિ કરાવી અને આ નવજાત બાળક સાથે માતાને પણ નવજીવન મળ્યું હતું.

- Advertisement -

આ પ્રસુતિ બાદ મહિલા તથા બાળકને ઓખાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 108 ની ટીમ દ્વારા વધુ એક વખત નોંધપાત્ર તાકીદની સારવારથી બે જીવ સહી સલામત રીતે બચવામાં સફળ રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular