સીરિયા સરહદી વિસ્તારમાં સોમવારે 6.4 અને 5.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તુર્કીના દક્ષિણી પ્રાંત હેતાયમાં તાજા ભૂકંપમાં ત્રણ લોકોના મોત થયા છે અને 213 લોકો ઘાયલ થયા છે. તુર્કીમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર એ અહેવાલ આપ્યો છે કે તુર્કી-સીરિયા સરહદ વિસ્તારમાં બે કિમી (1.2 માઇલ) ની ઊંડાઈએ 6.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તુર્કીના દક્ષિણી પ્રાંત હેતાયમાં સોમવારે બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તુર્કીના ગૃહમંત્રી સુલેમાન સોયલુએ જણાવ્યું હતું.