જામનગર શહેરમાં ચાલતા વિવિધ વિકાસ કામો અંગે જામનગર ઉત્તર વિધાનસભા બેઠકના ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા જામ્યુકોના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા આજરોજ જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટી હોલ ખાતે જામનગર શહેરમાંં ચાલતાં વિકાસ કાર્યો મુદ્ે બેઠક યોજી હતી. જેમાં જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પાસેથી શહેરમાં ચાલતા વિકાસના વિવિધ કાર્યોની માહિતી મેળવી હતી. તેમજ વિકાસ કાર્યો ઝડપી અને ગુણવતાસભર કરવા માટે સૂચનો કર્યા હતાં. આ ઉપરાંત શહેરીજનોની મળેલી ફરિયાદો અને શહેરીજનોને પડતી મુશ્કેલી અંગે ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનો આપ્યા હતાં.
આ બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, કમિશનર વિજયકુમાર ખરાડી, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષભાઈ કટારિયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડયા ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.