Friday, January 3, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાંથી બે વર્લીબાજ ઝડપાયા

જામનગરમાંથી બે વર્લીબાજ ઝડપાયા

ખોજાના નાકેથી રૂા.2150 ની રોકડ રકમ સાથે એક શખ્સ ઝબ્બે

- Advertisement -

જામનગર શહેરમાં ખોજાના નાકે રિક્ષા સ્ટેન્ડ પાછળથી જાહેરમાં વર્લીમટકાના આંકડા લખતા એક શખ્સને રૂા.2150 ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બેડી મરીન પોલીસે એક શખ્સને રૂા.1100 ની રોકડ સાથે વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમતો ઝડપી લીધો હતો.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરમાં ખોજાના નાકે રીક્ષા સ્ટેન્ડની પાછળ એક શખ્સ વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમતો હોવાની બાતમીના આધારે સિટી એ પોલીસે રેઈડ દરમિયાન હાજી ઉમર ખફી નામના શખ્સને રૂા.2150 ની રોકડ તથા વર્લીમટકાનું સાહિત્ય સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
બીજો દરોડો, જામનગર બેડી મરીન પોલીસે જૂનેદરજા અકબર સુમારીયા નામના શખ્સને રૂા.1100 ની રોકડ સાથે વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમતો ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular