Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયભારતીય ટીમ મહિલા T-20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં

ભારતીય ટીમ મહિલા T-20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં

ડકવર્થ લુઇસ પધ્ધતિથી આયર્લેન્ડને પાંચ રનથી હરાવ્યું

- Advertisement -

ટીમ ઈન્ડિંયા પાંચમી વખત મહિલા ટી20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચી છે. હવે સેમિફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટક્કર થશે. આ ગ્રુપમાંથી ઈંગ્લેન્ડની ટીમ પહેલા જ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયા ટૂર્નામન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. આ પહેલા વર્ષ 2020ની ફાઇનલમાં તેણે ભારતીય ટીમને જ હરાવ્યું હતું. ટીમ ઈન્ડિંયાની નેટ રન રેટ +0.290 છે. આ પહેલા ગ્રુપ-બીમાંથી વેસ્ટ ઈન્ડિઝ, આયર્લેન્ડ અને પાકિસ્તાનની ટીમો ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ટીમ ઈન્ડિંયાની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિંયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટે 155 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 87 રન રન કર્યા હતા.

- Advertisement -

આ તેની T20 ઈન્ટરનેશનલની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ હતી. આયર્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. વરસાદને કારણે રમત બંધ થઈ ત્યાં સુધીમાં આયર્લેન્ડે 8.2 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 54 રન કર્યા હતા. વરસાદને કારણે રમત અટકાવવામાં આવી હતી. આયર્લેન્ડને 8.2 ઓવરમાં 59 રન બનાવવાના હતા. ડકવર્થ-લુઈસ પદ્ધતિથી આયર્લેન્ડ પાંચ રન પાછળ હતું અને તે નિર્ણાયક સાબિત થયું અન ટીમ ઈન્ડિંયાએ આયર્લેન્ડને ડકવર્થ-લુઈસ પદ્ધતિથી પાંચ રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિંયા ક્રિકેટ મહિલા ઝ20 વર્લ્ડકપની પાંચમી વખત સેમિફાઇનલમાં પહોંચી છે. આ પહેલા ટીમ 2009, 2010, 2018 અને 2020માં સેમિફાઈનલમાં પહોંચી હતી. આ અગાઉ વર્ષ 2020માં છેલ્લી આવૃત્તિમાં ટીમ ઈન્ડિયા રનર્સ અપ રહી હતી. તેને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પરાજય આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular