કાલાવડ પોલીસ દ્વારા મુળિલા ગામથી નપાણિયા ખીજડિયા ગામ તરફ જતાં રોડ પરથી બે શખ્સોને દારૂની બોટલ તથા સ્વીફટ મોટરકાર મળી કુલ રૂા.3,87,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. જામનગરમાં જનતા ફાટક પાસેથી પોલીસે બે શખ્સોને રૂા.3000 ની કિંમતની છ નંગ દારૂની બોટલ સાથે ઝડપી લીધા હતાં.
દારૂના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુળિલા ગામથી નપાણિયા ખીજડિયા ગામ તરફ જતા રોડ પર આવેલ બેઠા પુલ પાસેથી બે શખ્સો મોટરકારમાં દારૂનો જથ્થો લઇ નિકળનાર હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન પૃથ્વીરાજસિંહ જનકસિંહ પરમાર તથા વિરેન્દ્રસિંહ ઉર્ફે લકકી હરદેવસિંહ જાડેજા નામના બે શખ્સોને જીજે-18-બીએફ-5568 નંબરની સ્વીફટ મોટરકારમાંથી રૂા.42,000ની કિંમતની 84 નંગ બોટલ, રૂા.12 હજારની કિંમતની 24 નંગ બોટલ, રૂા.14,400 ની કિંમતના 48 નંગ ચપલા, રૂા.12 હજારની કિંમતની 24 નંગ દારૂની બોટલ, રૂા. 6600 ની કિંમતના 22 નંગ બીયરના ટીન તેમજ રૂા.3 લાખની કિંમતની મોટરકાર સહિત કુલ રૂા.3,87,000 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બીજો દરોડો, જામનગરમાં જનતા ફાટક નજીકથી સિટી સી પોલીસે જયેશ નાગાભાઈ માડમ તથા સંજય ધીરુભાઈ અગેસણિયા નામના બે શખ્સોને રૂા.3000 ની કિંમતની છ નંગ દારૂની બોટલ સાથે ઝડપી લીધા હતાં અને દારૂનો જથ્થો પૂરો પાડનાર કમલેશ જેન્તીભાઈ પરમાર નામના શખ્સની શોધખોળ હાથ ધરી હતી.