Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરહિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રીના...

હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે શિવ શોભાયાત્રાનું આયોજન

42 મી શિવ શોભાયાત્રાનો શનિવારે સિધ્ધનાથ મહાદેવ મંદિરેથી પ્રારંભ થઈ ભીડ ભંજન મહાદેવ મંદિરે સંપન્ન થશે : સવારે 10 થી 12 પાલખી પૂજનવિધિ સમારોહ યોજાશે

- Advertisement -

જામનગર શહેરમાં હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે છેલ્લા 41 વર્ષથી પ્રતિવર્ષ મહાશિવરાત્રીના પાવનકારી પર્વના દિવસે યોજાતી શિવ શોભાયાત્રાની પરંપરા આ વર્ષે બેતાલીસમાં વર્ષે પણ જાળવવામાં આવશે અને શનિવારે યોજાનારી આ ભવ્યાતિભવ્ય શોભાયાત્રામાં અગિયાર કિલો ચાંદી મઢીત અને સુવર્ણ અલંકારોથી સુશોભીત ભગવાન શિવજીની પાલખી ઉપરાંત 13 સંસ્થાના 27 જેટલા ચલિત ફલોટસ વિશેષ આકર્ષણ જગાવશે. શિવજીને ત્રિશુલ-ડમરૂ-ચંદ્ર-કુંડળ-માળા-જનોઇ-છત્તર-પાઘડી જેવા સુવર્ણ અલંકારોથી સુશોભિત કરાયા છે જે શોભાયાત્રા નાગેશ્વર મંદિર થી પ્રારંભ થઇ નગરભ્રમણ કરી રાત્રિના ભીડભંજન મહાદેવ મંદિરે પૂણ થશે અને મહાઆરતી યોજાશે.

- Advertisement -

જામનગર શહેર ‘છોટી કાશી’ ના ઉપનામથી વિશેષ વિખ્યાત છે. શહેર જિલ્લામાં શિવભકતોની સંખ્યા બેસૂમાર છે. જામનગરમાં સ્થાપિત વિવિધ શિવાલયો પણ શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ બેનમૂન તેમજ ભાવિકોના શ્રધ્ધા કેન્દ્ર સમા છે. ત્યારે પ્રતિવર્ષ મહાશિવરાત્રીના પર્વની જામનગર શહેરમાં ભારે ઉત્સાહપુર્વક ઉજવણી થાય છે, અને ભવ્ય શિવ શોભાયાત્રાનું આયોજન પણ પ્રતિવર્ષ હાથ ધરાય છે. અને આ વખતે બેતાલીસમાં વર્ષે ભવ્ય શિવશોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

શિવ શોભાયાત્રામાં સ્થાન પામતી શિવજીની રજત મઢીત પાલખીનો પૂજનવિધિ સમારોહ શનિવારે મહાશિવરાત્રી પર્વના દિવસે સવારના 10 થી 12 શ્રી રામદૂત હનુમાનજી મંદિરના પ્રાંગણમાં યોજાશે. જેમાં પાલખીની પ્રાસાદ પ્રતિષ્ઠા અને ભગવાનશ્રી ની પૂજા શહેરના 11 અગ્રણી દંપતિઓ દ્વારા થશે. ઉપરાંત અન્ય ભાવિકજનો પણ આ પાલખીનું પૂજન – અર્ચન – દર્શન તે જ સ્થળે કરી શકશે. ત્યાર પછી બપોરના ત્રણ વાગ્યે અહીંથી પાલખી સિધ્ધનાથ મહાદેવ મંદિરે પહોંચતી કરવામાં આવશે. જ્યાં સંતો-મહંતોની અને શહેરના શ્રેષ્ઠિઓની ઉપસ્થિતિમાં પૂજનવિધિ પછી બપોરે ચાર કલાકે શિવ શોભાયાત્રાનો પ્રારંભ થશે.

- Advertisement -

સમગ્ર કાર્યક્રમને પાર પાડવા માટે પાલખી સમિતિના સભ્યો એક જ રંગના ધાર્મીક સુત્રોનું ચિત્રણ કરેલા એક સરખા ઝભ્ભા ધારણ કરશે, અને ખભે ખેસ તેમજ ઓળખપત્ર સાથે શોભાયાત્રાનું સંચાલન કરશે. ચાંદી મઢીત સાગના લાકડાની વિશાળ પાલખી ઊંચકનારા ભાવિક સભ્યો તમામ આ ઝભ્ભાની સાથે પિતાંબરી પણ ધારણ કરશે, તેમજ આઠ કલાક ચાલનારી સમગ્ર શોભાયાત્રા દરમિયાન ખૂલ્લા પગે જોડાશે.

શોભાયાત્રામાં મહાદેવહર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલી ભગવાન શિવજીની સુવર્ણ અલંકારો સજીત ચાંદીની પાલખી સહિત ત્રણ ફલોટ તદ્ ઉપરાંત રૂદ્રાય ચેરીટેબલ ટ્રસ્ટ (બે ફલોટ), શિવસેના (એક ફલોટ), સતવારા સમાજ (ચાર ફલોટ), મહાસેના મિત્ર મંડળ (બે ફલોટ), બ્રહ્મદેવ સમાજ (એક ફલોટ), ભગવા રક્ષક (બે ફલોટ), હિન્દુ સેના (એક ફલોટ), શિવ નાગેશ્ર્વર મિત્ર મંડળ (બે ફલોટ), ઓમ યુવક મંડળ (એક ફલોટ), વિશ્ર્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ (એક ફલોટ), સહિતના મંડળો દ્વારા 27 જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરવામાં આવશે. સમગ્ર શોભાયાત્રા દરમિયાન મહાદેવહર મિત્ર મંડળ દ્વારા સતત શિવ ભજનાવલિ-ધૂન રજૂ કરાશે. બેંડ વાજાં, ઢોલ, શરણાઇની સુરાવલી સાથે શ્રધ્ધાળુ ભાઇ-બહેનો વગેરે જોડાશે. કેટલાક યુવક મંડળો દ્વારા તલવારબાજી, લાઠીદાવ, લેઝીમ, પીરામીડ તેમજ અંગ કસરતના કરતબોના કારણે શોભાયાત્રા ભવ્ય બનશે. ઉપરાંત ડી. જે. સાથેના પણ કેટલાક ફલોટ્સ જોડાશે.

- Advertisement -

બપોરે સાડા ત્રણ વાગ્યે નાગેશ્વર વિસ્તારમાં આવેલા પૌરાણીક સુપ્રસિધ્ધ શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન થનારી આ શોભાયાત્રા નાગનાથ ગેઇટ, કે.વી.રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, સજૂબા ગર્લ્સ હાઇસ્કૂલ, હેડ પોસ્ટ ઓફીસથી દરબારગઢ, બર્ધન ચોક, માંડવી ટાવર, સેન્ટ્રલ બેંક રોડ, હવાઇ ચોક, સત્યનારાયણ મંદિર રોડ, ભાટની આંબલી, પંચેશ્ર્વર ટાવર, નિલકંઠ ચોક, ટાઉન હોલ થઇ રાત્રે બાર કલાકે શ્રી ભીડભંજન મહાદેવ મંદિરે પહોંચશે જયાં રાત્રીના મહાઆરતી પછી શોભાયાત્રા સંપન્ન થશે.

આ વખતે સતત બેતાલીસમાં વર્ષે યોજાનારી શિવશોભાયાત્રાના સફળ સંચાલન માટે એક સંકલન અને સંચાલન સમિતિની રચના કરવામાં આવી છે. જેના ક્ધવીનર તરીકે સંદિપ વાઢેર તેમજ સહ-ક્ધવીનર તરીકે અમર દવે તથા મનિષ સોઢાની નિયુકિત કરવામાં આવી છે. મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ રાજેશ વ્યાસ(મહાદેવ)ના માર્ગદર્શન હેઠળ અનેક શિવભકતો દ્વારા સફેદ રંગના વસ્ત્રો તેમજ સંસ્થાના ઓળખપત્રો તથા કેશરી ખેસ ધારણ કરી શોભાયાત્રાનું સંચાલન કરાશે. જેઓ શોભાયાત્રાના રોકાણ, સંચાલન સાથે સતત શોભાયાત્રા દરમિયાન ખડે પગે જ રહેશે. યાત્રા દરમિયાન ઉદવનારી સમગ્ર પરિસ્થિતિનો ઉકેલ લાવવા પ્રયત્નશીલ બનશે. શોભાયાત્રામાં જોડાનારા તમામ મંડળો અને ચલિત ફલોટ્સ ધારકો પણ આ સંકલન સમિતિના નેજા હેઠળ જ ભાગ લેશે.

આ ઉપરાંત શોભાયાત્રાના માર્ગ પર વિવિધ જ્ઞાતિમંડળો, સેવા સંસ્થાઓ, યુવક મંડળો, ધાર્મિક સંગઠનો, મિત્ર મંડળો, વેપારી મંડળો, અગ્રણી વ્યાપારીઓ દ્વારા પોતાના કાર્યક્ષેત્રનાં વિસ્તારો ધજા-પતાકા, મંડપ, કમાન, રોશનીથી શણગારવામાં આવશે. તેમજ જે તે વિસ્તારમાંથી પસાર થનારી શિવશોભા યાત્રાનું સ્વાગત કરશે. જેમાંના કેટલાક મંડળો દ્વારા પોતાના સ્થાનિક વિસ્તારમાં ઠંડા પીણાં, સરબત, દૂધ કોલ્ડ્રીંકસ, સૂકીભાજીની પ્રસાદીની સમસ્ત ભાવિકજનો માટે સેવા પૂરી પાડશે.

શોભાયાત્રાના સંચાલન માટે સંકલન સમિતી રચાઇ
હિન્દુ ઉત્સવ સમિતી અને મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા શનિવારે યોજાનારી શિવ શોભા યાત્રાના સફળ સંચાલન માટે સંકલન સમિતીની રચના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજની હાજરીમાં કરવામાં આવી હતી, જેના ક્ધવીનર તરીકે સંદિપ વાઢેર તેમજ સહ ક્ધવીનર તરીકે અમર દવે તથા મનિષ સોઢા નિમણુંક કરવામાં આવી હતી તેમજ દિલીપભાઇ આહીર, સંજયભાઇ મુંગરા, પી. એમ. જાડેજા, જીગરભાઇ રાવલ, પ્રતિકભાઇ ભટ્ટ, પિયુષભાઇ કટેશીયા, રાજેન્દ્રસિંહ સોઢા, રમેશભાઇ વેકરીયા, વિનાયક ઠાકર, ધીમંતભાઇ દવે, માંડણભાઇ કેશવાલા, રાજુભાઇ ભુવા, બ્રીજેશ નંદા, સંદીપ વાઢેર, ભાર્ગવ ઠાકર, નંદલાલ કણઝારીયા, પરેશ પીઠડીયા, રાહુલ જોશી, અશોકભાઇ ઠકકર, મનિષભાઇ સોઢા, ચંદ્રવદન ત્રિવેદી, વ્યોમેશ લાલ, કમલેશ પંડયા, દિપક ગાંધી, ભાર્ગવ પંડયા, નિલેશભાઇ આચાર્ય, હેમલ ગુસાણી, કિશનભાઇ ગઢવી, જીમીભાઇ ભરાડ, નિરૂભા જાડેજા, મનોજભાઇ પરમાર, અશોકભાઇ બાલસરા, યોગેશભાઇ જોષી, મયુરભાઇ હરવરા, યજુર્વેન્દ્રસિંહ જાડેજા, જીતુભાઇ ગાલા, મિતેષભાઇ મહેતા, ચીરાગ ઓઝા, મહાવિરસિંહ વાળા, યોગેશ ઝાલા, વિપુલભાઇ મંગી, જસ્મીનભાઇ વ્યાસ, દિપેશ કણઝારીયા, પ્રતીક કટેશીયા, નિશ્ચિંત પંડયા, ઉમેશભાઇ જોષી, દિવ્યરાજ ચાવડા, પ્રતિક ભટ્ટ, રાજ ત્રિવેદી, ચિરાગ સોની, કાનાભાઇ મેતા, આશીષભાઇ નકુમ, સંદિપભાઇ સોનગરા, ચિરાગ ઝીંઝુવાડીયા, દેવેનભાઇ જોષી, જયદિપસિંહ જાડેજા, દિપકભાઇ પિલ્લઇ, કિશન ફલીયા, રાહુલભાઇ નંદા, જય બખતરીયા, અભી મદાણી, રાહુલ ચૌહાણ, અમર દવે, વૈભવ રાવલ, સંદિપભાઇ સોલંકી, વિશાલભાઇ પંડયા, નિર્મળભાઇ સોલંકી, અજયભાઇ ગોસ્વામી, નટરાજભાઇ ભટ્ટી વગેરેની નિમણુંક કરવામાં આવી છે. જેઓ દ્વારા સમગ્ર શોભા યાત્રાનું સંચાલન કરવામાં આવશે.જુસાભેર તેમજ આસ્થા સાથે જોડાય છે જેઓ પણ દિપક ટોકીસ પાસે ઉપસ્થિત રહી ભગવાન આશુતોષજીની પાલખીનું પુજન કરશે અને તેઓ દ્વારા ભગવાન શિવજીને રૂા. 11,111 ની ચલણી નોટોનો હાર પહેરાવી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવશે. જેથી આ વખતની શિવશોભા યાત્રામાં કોમી એકતાના દર્શન થશે.

પી.જે. એકેડેમી ગ્રુપ દ્વારા શિવજીની પાલખી-કલાકાર વૃંદને સુરક્ષા કવચ અપાશે

છોટીકાશીમાં પરંપરાગત યોજાતિ શિવ શોભાયાત્રામાં આ વખતે ભગવાન શિવજીની પાલખી તેમજ ખાસ ઉજ્જૈન થી ડમરુ નૃત્યની કૃતિ રજૂઆત કરવા માટે આવનારા કલાકાર વૃંદો માટેના સુરક્ષા કવચની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અને જામનગરના પી.જે. એકેડેમીના ગ્રુપ દ્વારા શોભાયાત્રા ના સમગ્ર રૂટ દરમિયાન લોખંડી સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવશે.

જામનગરના ત્રણબત્તી વિસ્તારમાં આવેલા રેઇનબો ફિટનેસ સેન્ટરના જીમ ટ્રેનર પ્રજવલભાઈ પાલન દ્વારા તેમના જુદા જુદા આઠ સભ્યોની ટીમ, કે જે ભગવા શર્ટ અને બ્લેક પેન્ટ સાથેના પહેરવેશમાં હાજર થઈને શોભાયાત્રાના રૂટમાં જોડાશે અને નાગેશ્ર્વર થી પ્રારંભથી લઈને શોભાયાત્રા ની પૂર્ણાહુતિ સુધી ભગવાન શિવજીની પાલખી તેમજ ઉજ્જૈનના કલાકારોને સુરક્ષા કવચ પૂરૂં પાડશે, જેના માટે સમગ્ર બાઉન્સર ની ટીમ દ્વારા પણ વિશેષ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

સતવારા સમાજ દ્વારા શિવ પાર્વતી વિવાહ – ગણેશ શિરચ્છેદ – અઘોરી નૃત્ય સહિતની પ્રતિકૃતિ રજૂ કરાશે

જામનગરના સતવારા સમાજ (કાલાવડ નાકા બહાર) દ્વારા શિવ શોભાયાત્રામાં પ્રતિવર્ષ નિત નવા આકર્ષણો ઊભા કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ વખતે શિવરાત્રીના પર્વની વિશેષ રૂપે ઉજવણી કરાશે, અને શોભાયાત્રા દરમિયાન વિશેષ પ્રકારના ફલોટ્સની સાથે સાથે શિવ પાર્વતી વિવાહ, ગણેશ શિરચ્છેદ તથા અઘોરી નૃત્ય સહિતના વિવિધ પ્રસંગો ને નાટ્ય સ્વરૂપમાં રજૂ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

સતવારા સમાજના તરવરીયા યુવાનો દ્વારા ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ ના પ્રસંગને શોભાયાત્રા ના રૂટપર ભજવવામાં આવશે, જેના માટે હાલ સતવારા સમાજની વાડીમાં પ્રતિદિન તડામાર તૈયાર ચાલી રહી છે, અને વિવિધ વેશભૂષાઓ સાથે સતવારા સમાજના યુવાનો તૈયારીઓ કરી રહ્યા છે.

જેમાં શહેરના શોભાયાત્રા ના રૂટ દરમિયાનના અલગ અલગ ચોકમાં ભગવાન શિવજી અને પાર્વતીજીના વિવાહનું પાત્ર ભજવાશે. આ સમયે ઉપસ્થિત શિવ ભક્તોના હાથમાં પુષ્પો આપી દેવાશે, ત્યાર પછી શિવ વિવાહનું દ્રશ્ય ભજવીને ભગવાન શિવ અને પાર્વતી પર પુષ્પ વૃષ્ટિ કરવામાં આવશે, તેની તૈયારીઓ ચાલી રહી છે.
આ ઉપરાંત ભગવાન ગણેશજીના શિરચ્છેદ નો પણ પ્રસંગ તૈયાર કરીને ભજવવામાં આવશે, તેની પણ તૈયારી કરાઈ છે સાથો સાથ શિવપાર્વતીજીના વિવાહ પછી અઘોરીઓનું નૃત્ય જેમાં સટવારા સમાજના 8 ભાઈઓ દ્વારા અઘોરીના પહેરવેશ ધારણ કરીને નૃત્ય કરાશે.

આ ઉપરાંત ગજાનંદ સર્જન, ગણેશ અને પાર્વતીજીના વાર્તાલાપ, ગણેશ અને શિવજીનું મિલન, ગણેશ અને નંદી મિલન, ગણેશ અને નંદી વચ્ચે યુદ્ધ, અને નદીનો પરાજય, ગણેશ અને શિવજી સાથેનું યુદ્ધ અને પાર્વતીજીના વિલાપ સહિતના પ્રસંગો પણ જુદા-જુદા ચોકમાં રજૂ કરવામાં આવશે. સતવારા સમાજ દ્વારા શિવ પાર્વતીના વિવાહ સહિતના જે પાત્રો તૈયાર કરાયા છે જેમાં દેવાધી દેવ મહાદેવ, પાર્વતી માતા, બ્રહ્માજી, વિષ્ણુજી, પંડિતજી, ગણેશજી, હાથી, બે દાસીઓ એક નંદી તેમજ આઠ અઘોરીના પાત્રો તૈયાર કરવામાં આવી રહ્યા છે. સમગ્ર શોભાયાત્રોના માર્ગ પર પ્રયોગો રજુ કરીને મહાશિવરાત્રીના પર્વની વિશેષ રૂપે ઉજવણી કરશે.

શિવ શોભાયાત્રાના વિશેષ આકર્ષણો

મહાશિવરાત્રી પર્વે નગર પરિભ્રમણ કરનારી શિવ શોભાયાત્રામાં આયોજક સંસ્થા દ્વારા પ્રતિવર્ષ અવનવા આકર્ષણો ઉમેરવામાં આવતા હોય છે. આ વર્ષે સવિશેષ આકર્ષણ ભગવાન શ્રી આશુતોષજીની મુખ્ય પાલખીનું જ રહેશે. કારણ કે, રજતમઢિત પાલખીમાં રજતના શિવજીની મૂર્તિને શુધ્ધ સુવર્ણના અનેક આભૂષણો પરિધાન કરાવવામાં આવશે. શિવ શોભાયાત્રામાં જોડાતી પાલખીમાં બિરાજમાન શિવજીના આશુતોષ સ્વરૂપની પ્રતિમા પ્રત્યે ભકતજનો વિશેષ આસ્થા ધરાવતા હોય છે. સંપૂર્ણ ચાંદીમાંથી બનાવેલી આ મૂર્તિની સાથે તાજેતરમાં શુધ્ધ સોનાના શિવજીના પરંપરાગત અલંકારો લગાડવામાં આવ્યા છે.

મહાદેવ હર મિત્ર મંડળ ચેરિટબલ ટ્રસ્ટને ભાવિકો દ્વારા ધરવામાં આવેલી રકમ ઉપરાંત જામનગરના પૂર્વ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના આર્થિક યોગદાનથી સુવર્ણનું ત્રિશૂલ, ડમરું, લલાટમાં ત્રીજું નેત્ર તેમજ શેષનાગ આશુતોષ ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે. તદ્ઉપરાંત જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા મસમોટું સુવર્ણનું છત્ર શિવાર્પણ કરવામાં આવ્યું છે. આ મૂર્તિની સાથે સુવર્ણ મઢીત રૂદ્રાક્ષની માળા તથા કુંડળ પણ અર્પણ કરાયેલા છે, ઉપરાંત સોનાથી મઢીત શિવજીની પાઘડી તૈયાર કરવામાં આવી છે. ઉપરાંત રજત મઢીત ભગવાન શિવજીનું સિંહાસન પણ તૈયાર કરાયું છે. ઉપરાંત શિવજીનું આભૂષણ એવી ચાંદી માંથી બનાવેલી ખોપડી ની માળા જે પ્રથમ વખત ભાવિકો માટે દર્શનાર્થે મુકાશે. જેની સાથે સાથે આ વખતે રૂા. આઠ લાખના ખર્ચે આશુતોષજી મહાદેવ સુવર્ણ યજ્ઞોપવિત (જનોઇ) તૈયાર કરવામાં આવી છે. પ્રથમ વખત શિવશોભા યાત્રામાં સમગ્ર સુવર્ણ અલંકારોથી સજ્જ કરીને આશુતોષજીનું સ્વરૂપે દર્શનાર્થે મુકવામાં આવશે, આ શિવરાત્રીએ જામનગરના શિવ પ્રેમી ભકતગણ સુવર્ણ અલંકારોથી સજ્જ શિવજીના દર્શન નિહાળી ગદગદ થશે.

ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સમૂહ ડમરૂંવાદન કરતા વૃંદ દ્વારા શોભાયાત્રામાં કરાશે ડમરુ વાદન

આગામી શનિવારના દિવસે મહાશિવરાત્રી પર્વ પ્રસંગે જયારે નગરના મુખ્યમાર્ગો ઉપર પરંપરાગત શિવ શોભાયાત્રા પસાર થવાની છે, ત્યારે શોભાયાત્રાના સંચાલક મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા આ વર્ષે એક તદ્ન અવનવું આકર્ષણ ઉમેરવાનો નિર્ણય કરાયો છે.

તે મુજબ મહાકાલની નગરી ઉજજૈનથી ખાસ ડમરૂંવાદકની ટીમને નિમંત્રિત કરાઇ છે. ઉજજૈનની ‘લકકી ગુરૂ’નું ડમરૂંવાદનનું વૃંદ ચોમેર પ્રશંસા પામ્યું છે. ભારતભરમાં સમયાંતરે આ ગ્રુપ દ્વારા ધાર્મિક ઉત્સવો વખતે સમૂહવાદન અને નૃત્યના જે કાર્યક્રમો અપાયા છે, તેના વિડિયો યુ-ટયુબ ઉપર ધૂમ મચાવી રહ્યા છે. નવયુવાન કલાકારોની સોળ (16) સભ્યોની ટીમ એકસરખી પિતાંબરી અને સફેદ ગંજીમાં સજજ થઇ બંને હાથમાં મસમોટાં ડમરૂંનું એ પ્રકારે સમૂહવાદન કરે છે કે, દર્શકો (શિવ ભક્તો) દંગ રહી જાય છે.

મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઇ વ્યાસ અને શિવભકત નગરસેવક સુભાષભાઇ જોશીની આગેવાનીમાં કાર્યકરો ઉજજૈન રૂબરૂ જઇને આ વૃંદને મળીને નિમંત્રિત કરવા ગયા હતા. આ ટીમ પ્રથમ વખત ‘છોટીકાશી’ જામનગર આવી રહી છે.

લકકી ગુરૂંનું આ ગ્રુપ શિવરાત્રીની પૂર્વ રાત્રીએ જ જામનગર આવી પહોંચશે. શોભાયાત્રાના પ્રારંભથી જ સિધ્ધનાથ મહાદેવ મંદિરથી જ શોભાયાત્રામાં તેઓ જોડાશે. શહેરના પ્રત્યેક મુખ્ય ચાર રસ્તા – ચોકમાં ડમરૂંવાદનનું નિદર્શન કરતા રહેશે, અને સમાપન સુધી ભકતજનોને ડમરૂંવાદન અને સમૂહનૃત્ય દ્વારા આકર્ષણ જગાવતા રહેશે. જે વૃંદને નિહાળવા માટે મહાદેવ હર મિત્ર મંડળ ના પ્રમુખ રાજુભાઈ વ્યાસ યમહાદેવ) દ્વારા સર્વે નગરજનોને નિમંત્રણ પાઠવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular