બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જામનગર ખાતે તા.14 ફેબ્રુઆરીના રોજ મંદિરના 9 મા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના પાટોત્સવની ઉજવણી અંતર્ગત પાટોત્સવ પૂજન, અભિષેક દર્શન, સંતોના આશિર્વાદ, આરતી, સભા, અન્નકોટ દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુું. આ પાટોત્સવ ઉત્સવમાં ગોંડલ, ભાદરા, ભૂજ, જૂનાગઢ સહિતના શહેરોમાંથી સંતો પધાર્યા હતાં તેમજ જામનગર જિલ્લાના હજારોની સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહી 9મા પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભાવિકોએ અન્નકોટ, આરતી સહિતના આયોજનોનો લાભ લીધો હતો.