Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારદ્વારકામાં ક્ષત્રિય વાઘેર સમાજના 111 દંપતિઓનો સમૂહ લગ્નોત્સવ સંપન્ન

દ્વારકામાં ક્ષત્રિય વાઘેર સમાજના 111 દંપતિઓનો સમૂહ લગ્નોત્સવ સંપન્ન

રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણી તેમજ હાલાર સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને પાઠવ્યા આશિર્વાદ : પબુભાના ભાણેજના લગ્ન પણ સમૂહમાં યોજાયા

- Advertisement -

દ્વારકા પંથકના ક્ષત્રિય વાઘેર સમાજના 111 નવ દંપતીઓના સમૂહ લગ્નનો ઐતિહાસિક કાર્યક્રમ ગઈકાલે દ્વારકામાં સનાતન સેવા મંડળ ખાતે યોજાયો હતો. આ ઐતિહાસિક મેળાવડામાં દીપ પ્રાગટ્ય કરીને રાજ્યસભાના સાંસદ તથા રિલાયન્સના પરિમલભાઈ નથવાણીએ પ્રારંભ કરાવ્યો હતો. તેમની સાથે હાલારના સાંસદ પૂનમબેન માડમ અને દ્વારકાના ધારાસભ્ય તથા દાતા પબુભા માણેક તેમજ સંત મહંતોએ આ કાર્યક્રમને દીપ પ્રાગટ્યથી શરૂ કરાવ્યો હતો.
આ સમગ્ર આયોજનમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને પ્રેરણાત્મક ઉદબોધન કરતા રાજ્ય સભાના સંસદ પરિમલભાઈ નથવાણીએ જણાવ્યું હતું કે સમાજના ઉત્કર્ષની વાત કરતા હું કહું છું કે દ્વારકા યાત્રાધામએ મારા જીવનનો ખૂબ જ ઉચ્ચ કક્ષાએ બિરાજમાન છે અને હું દ્વારકાધીશની કૃપા ભક્તિથી આજે હું જે કંઈ છું તે મારી જાતને ખૂબ જ ધન્ય અને ગૌરવ અનુભવું છું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જ વતની એવા પરિમલભાઈ નથવાણીએ પબુભા માણેક અને પૂનમબેન માડમને સાથે રાખીને ભવિષ્યમાં દ્વારકા ક્ષેત્રની રોજગારી વધારવા નવા ઉદ્યોગીકરણ અને યાત્રાધામના વિકાસ માટે સધન રીતે પાયાની કામગીરી શરૂ કરવાનું પણ જણાવ્યું હતું.

- Advertisement -

દ્વારકાનો યાત્રિક લક્ષી મુખ્ય પ્રશ્ર્ન એવો સુદામા સેતુ કે જે મોરબીની દુર્ઘટના બાદ હાલ બંધ કરવામાં આવેલ છે, તે રાજ્ય સરકાર અને જિલ્લા કલેકટર સાથે પરામર્શ કરીને પુન: શરૂ કરવાની ખાતરી તેઓએ પબુભાને આપી હતી. આ સમૂહ લગ્નોત્સવ જેવા ઉમદા કાર્યો કરવા માટે પબુભા માણેકને સંસદ પરિમલભાઈએ બિરદાવીને દ્વારકા વિસ્તારના સમાજના ઉત્કર્ષ માટે પબુભાએ હંમેશા નોંધનીય સેવાઓ કરી છે તેમ વધુમાં ઉમેર્યું હતું.

સાંસદ પૂનમબેન માડમએ પણ નવદંપતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમૂહ લગ્નોત્સવમાં પબુભાના પુત્રો નિલેશ માણેક અને સહદેવસિંહ માણેકે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત સન્માન કર્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના ગોવિંદ સ્વામી, અગ્રણી ઉદ્યોગપતિ દ્વારકાદાસભાઈ રાયચુરા, બચુભાઈ વિઠલાણી, નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, વિજય બુજડ સહિતના આગેવાનો ઉપરાંત દ્વારકા પંથકના વિશાળ સંખ્યામાં લોકો આ લગ્નોત્સવમાં જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular