Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરઇન્ડિયન મેડિકલ એસોસીએશનની જામનગર શાખા દ્વારા તબીબો તથા તેમનાં સંતાનોનો સન્માન સમારંભ

ઇન્ડિયન મેડિકલ એસોસીએશનની જામનગર શાખા દ્વારા તબીબો તથા તેમનાં સંતાનોનો સન્માન સમારંભ

સંસ્થાનાં નેશનલ સેક્રેટરી જનરલ તથા ધારાસભ્ય થયેલા તબીબોને સન્માનીત કરાયા

- Advertisement -

તાજેતરમાં ઇન્ડીયન મેડીકલ એસોસીએશન (આઇ.એમ.એ.)જામનગર દ્વારા એરપોર્ટ નજીક આવેલ પદમ બેન્કવેટમાં જામનગર શહેરનાં ડોક્ટરો તથા તેમનાં પરીવારજનોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.

- Advertisement -

કાર્યક્રમનાં જી.જી. હોસ્પિટલ તથા એમ.પી. શાહ મેડીકલ કોલેજનાં યુ.જી. – પી.જી. અભ્યાસક્રમોમાં ઉતીર્ણ થયેલા તબીબી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માનીત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં આઇ.એમ.એ. નેશનલનાં સેક્રેટરી જનરલ ડો. અનીલ નાયક, રાજકોટનાં ધારાસભ્ય તથા એમ.પી.શાહ મેડીકલ કોલેજનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીની ડો. દર્શીતાબેન શાહ, તથા ધોરાજીનાં ધારાસભ્ય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પૂર્વ કુલપતિ ડો. મહેન્દ્રભાઇ પાડલીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ગુજરાત રાજ્યના રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), ઉપરાંત જામનગરના નવનિર્વાચિત બન્ને ધારાસભ્યો રિવાબા જાડેજા તથા દિવ્યેશભાઈ અકબરી પણ ઉપસ્થિત રહ્યા હતા, તેઓનું પણ સંસ્થા વતી સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

કાર્યક્રમમાં ડોક્ટરો તથા તેમનાં સંતાનો દ્વારા વિવિધ ડાન્સ પર્ફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા હતાં. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે આઇ. એમ.એ. જામનગરની કોર કમિટીમાં સમાવિષ્ટ નેશનલ આઇ.એમ.એ.નાં પૂર્વ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડો. વિજય પોપટ, આઇ. એમ. એ. જામનગરનાં પ્રેસિડેન્ટ ડો.અલ્પેશ ડી. ચાવડા તથા આઇ.એમ.એ. જામનગરની તેમની ટીમ સેક્રેટરી ડો.હિતાર્થ રાજા, વાઇસ પ્રેસિડેન્ટ ડો. દિનકર સાવરીયા તથા ડો. ધવલ તલસાણીયા, જોઇન્ટ સેક્રેટરી ડો. કુરેશી તથા ડો. કૃણાલ મહેતા, ટ્રેઝરર ડો. પૂજન શાહ, જોઇન્ટ ટ્રેઝરર ડો.કેવિન વિરાણી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular