જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી ઢોર પકડવાની કામગીરીમાં ગૌ-વંશને ખિચો-ખીચ ભરવામાં આવતાં હોય, જેને પરિણામે ગૌ-વંશને ઇજા થાય છે. તેમજ ગૌ-વંશનું મૃત્યુ થવાની ઘટના પણ સામે આવી છે. જેને લઇ હિન્દુ સેનામાં આક્રોશ છવાયો છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી ઢોર પકડવાની કામગીરીમાં ગૌ-વંશને ખિચો-ખીચ ભરવામાં આવતાં હોય, જેને પરિણામે ગૌ-વંશને ઇજા થાય છે. તેમજ ગૌ-વંશનું મૃત્યુ થવાની ઘટના પણ સામે આવી છે. જેને લઇ હિન્દુ સેનામાં આક્રોશ છવાયો છે pic.twitter.com/umbSDDsRYr
— Khabar Gujarat (@khabargujarat) February 9, 2023
જામનગર શહેરમાં રખડતાં ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત છે. ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા અવાર-નવાર રખડતા ઢોર પકડવાની કામગીરીનો દેખાવ કરવામાં આવતો હોય છે. એવામાં જામનગર મહાનગરપાલિકાની ઢોર પકડવાની ગાડીમાં બળજબરીપૂર્વક ખીચોખીચ રીતે ગૌ-વંશ ભરવામાં આવે છે. જેના પરિણામે ગાયને ઇજા પહોંચે છે. આ દરમિયાન મહાનગરપાલિકાએ પકડેલ રખડતા ઢોરને ખીચોખીચ ભરાતાં ગાડીમાં જ ગૌ-વંશનું મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. જેને પરિણામે હિન્દુ સેનાએ નારાજગી વ્યક્ત કરી છે. આ અંગે જવાબદારને રજૂઆત કરાતાં હિન્દુ સેનાના કાર્યકરોને ઉડાઉ જવાબ આપવામાં આવતાં હિન્દુ સેનામાં ઉગ્ર રોષ છવાયો છે.
જામનગર મહાનગરપાલિકા ગાયોનું ધ્યાન રાખવા માટે પકડે છે કે, પછી મોત માટે તેમ પણ હિન્દુ સેનાએ પ્રશ્ર્ન ઉઠાવ્યો છે અને આ અંગે જવાબદારો સામે ફરિયાદ થશે કે નહીં. તેમ હિન્દુ સેના દ્વારા કમિશનર સામે સવાલ ઉઠાવ્યા છે.