જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં જોલી બંગલા પાસે આવેલા કોમ્પલેક્ષના બીજા માળે લકસ બ્યુટી એન્ડ સલૂન સ્પા માં કુટખાનુ ચાલતું હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે સંચાલકની રૂા.15600 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં દિગ્વીજય પ્લોટ શેરી નં.6 જોલી બંગલા પાસે વિસ્તારમાં આવેલા કોમ્પલેક્ષના બીજા માળે લકસ બ્યુટી એન્ડ સલૂન સ્પા ના સંચાલક દ્વારા રાજ્ય બહારથી મહિલાઓને બોલાવી સ્પા માં શરીરસુખ માણવાની વ્યવસ્થા કરી કુટણખાનુ ચલાવતો હોવાની એલસીબીના ભગીરથસિંહ સરવૈયા અને દોલતસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના દ્વારા રેઈડ દરમિયાન વડોદરાના માંજલપુરમાં રહેતાં અમીત કમલેશ રામી માલી નામના સંચાલક શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રૂા.8600 ની રોકડ, બે હજારની કિંમતનો એક મોબાઇલ, રૂા.5000ની કિંમતનું ડીવીઆર મળી કુલ રૂા.15,600ના મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.