જામનગર તાલુકાના ચંદ્રગઢ ગામમાંથી પોલીસે મળેલી બાતમીના આધારે સ્વીફટ કારની તેમાંથી તલાસી લેતા તેમાંથી રૂા.2,16,000 ની કિંમતની 432 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસે દારૂનો કબ્જો સંભાળી બુટલેગરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના ચંદ્રગઢ ગામમાં બરોડા પાસીંગની કારમાં દારૂનો જથ્થો હોવાની હેકો હરદેવસિંહ જાડેજા, પો.કો. સુમિત શિયાર, મહાવીરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી.પી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.આર. રાઠવા તથા પીએસઆઈ એમ.એ. મોરી તથા હેકો નિર્મળસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા તથા પો.કો. સુમિતભાઈ શિયાર, મહાવીરસિંહ જાડેજા સહિતના સ્ટાફે ચંદ્રગઢ ગામ નજીક જીજે-06-એએકસ-4774 નંબરની સ્વીફટ કારની તલાસી લેતા તેમાંથી રૂા.2,16,000 ની કિંમતની 432 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવતા પોલીસે ચાર લાખની કિંમતની કાર અને બે લાખનો દારૂ સહિત કુલ રૂા.6,16,000 નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરોની શોધખોળ આરંભી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં અંધાશ્રમ પાછળ સત્યમ કોલોની વિસ્તારમાં રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની પો.કો. હરદીપ બારડ, યુવરાજસિંહ જાડેજાને મળેલી સંયુકત બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી વરૂણ વસાવાના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ વી.બી.બરસબીયા, હેકો ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.40 હજારની કિંમતની ઈંગ્લીશ દારૂની 80 બોટલ મળી આવતા પોલીસે આરતીબા વિરેન્દ્રસિંહ સોઢા, સાગર રામજીભાઈ બારૈયા, યુવરાજસિંહ રણજીતસિંહ જાડેજા નામના શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાીહ હાથ ધરી હતી.