Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરVideo : લાખો યુવાનોના ભાવિ સાથે ચેડાં કરનાર પેપરકાંડ અંગે જામનગર કોંગ્રેસનું...

Video : લાખો યુવાનોના ભાવિ સાથે ચેડાં કરનાર પેપરકાંડ અંગે જામનગર કોંગ્રેસનું આવેદન

પેપર ફૂટવાની ઘટનાઓ અંગે શ્ર્વેતપત્ર બહાર પાડવા તથા કેસોની ટ્રાયલ માટે સ્પેશ્યલ કોર્ટની રચના કરવા માગણી : ઉમેદવારોને વળતર આપવા પણ માગ

- Advertisement -

રાજ્યમાં છાસવારે ભરતી પરીક્ષાના પેપર ફૂટવાની ઘટનાઓ અને લાખો યુવાનોના ભવિષ્ય સાથે થઇ રહેલા ચેડા મુદ્ે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. તેમજ પેપર ફૂટવાની ઘટનાઓ અંગે શ્ર્વેતપત્ર રજૂ કરવા તથા પેપર ફૂટવાના કેસોની ટ્રાયલ ફાસ્ટટ્રેક કોર્ટમાં પુરી કરવા સહિતની માગણીઓ કરવામાં આવી છે.

- Advertisement -

 

- Advertisement -

રાજ્યમાં છાસવારે પેપર ફૂટવાની ઘટનાઓ અંગે જામનગર કોંગ્રેસ દ્વારા સરકાર સામે વિરોધ દર્શાવવામાં આવ્યો છે. પેપર ફૂટવાની ઘટનાઓમાં અસરકારક કામગીરી કરવામાં રાજ્યની ભાજપ સરકાર સદ્ંતર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ શહેર કોંગ્રેસના હોદ્ેદારો, યુવા કોંગ્રેસ, એનએસયુઆઇ તેમજ જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ કલેકટર કચેરીએ માર્ચ કરી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્રમાં રાજ્યમાં પેપર ફૂટવાની ઘટનાઓ અંગે સરકાર દ્વારા શ્ર્વેતપત્ર જાહેર કરવાની માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત પેપર ફૂટવા અંગેના કેસો ચલાવવા માટે સ્પેશ્યલ કોર્ટની રચના કરી એક વર્ષમાં ટ્રાયલ પૂરી કરવી, સરકારના વિવિધ વિભાગોની ખાલી જગ્યાઓની ભરતીનું કેલેન્ડર જાહેર કરવા પણ માગણી કરવામાં આવી છે.

આ ઉપરાંત પેપરકાંડની તપાસ માટે પ્રામાણિક અધિકારીના વડપણ હેઠળ એસઆઇટીની રચના કરવી. પરીક્ષા ફોર્મ ફી નાબુદ કરી કોલ લેટરના આધારે રેલવે અને બસમાં મફત મુસાફરીની સુવિધા આપવી તથા જે વિદ્યાર્થીઓએ લાખો રૂપિયા ખર્ચીને પરીક્ષાની તૈયારીઓ કરી છે. તેવા તમામ ઉમેદવારોને રાજ્ય સરકાર તરફથી વડતર આપવામાં આવે તથા પુન: પરીક્ષા ન લેવાઇ ત્યાં સુધી ઉમેદવારોને માસિક રૂા. 5000 પરીક્ષાની ખર્ચ પેટે ચૂકવવા માગણી કરવામાં આવી છે.

- Advertisement -

જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપતી વખતે શહેર પ્રમુખ દિગુભા જાડેજા સાથે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જીવણ કુંભરવડીયા, જામ્યુકોના વિપક્ષી નેતા ધવલ નંદા, યુવક કોંગ્રેસના તૌસિફખાન પઠાણ, કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, મહિલા કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular