અદાણી મામલે સંસદના બન્ને ગૃહમાં તપાસની માંગને લઇને હોબાળો થતાં સંસદની કાર્યવાહી બપોર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. જયારે બીજી તરફ રિઝર્વ બેન્કે પણ અદાણી સામે લાલ આંખ કરી બેંકોએ અત્યાર સુધીમાં અદાણી ગુ્રપને કેટલી લોન આપી છે તેની માહિતી માંગી છે.
આરબીઆઇએ અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડને આપવામાં આવેલી લોન અંગે તમામ બેંકો પાસેથી માહિતી માગી છે. જોકે ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર, આરબીઆઇના અધિકારીઓએ આ અંગે કંઈ જ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કરેલો ઋઙઘ રદ કર્યા પછી ગુરુવારે ગ્રુપના શેરમાં 10% સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
બીજી તરફ, લોકસભા અને રાજ્યસભામાં આ મામલાની તપાસની માગને લઈને હોબાળો થયો હતો. એેને કારણે બપોરના બે વાગ્યા સુધી બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. અદાણી એન્ટરપ્રાઇઝીસ 20 હજાર કરોડ રૂપિયા સુધીના ઇક્વિટી શેરના ઋઙઘ સાથે આગળ વધશે નહીં. રોકાણકારોને પૈસા પરત કરશે. મંગળવારે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ નિર્ણય લીધો. ઇક્વિટી શેર આંશિક રીતે પેઇડ-અપ આધારે 1 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવે છે. આ ઋઙઘ સંપૂર્ણપણે સબ્સ્ક્રાઇબ થયો હતો.