જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય પદે ચૂંટાયા બાદ પોતાના પ્રથમ જન્મદિવસની ઉજવણી ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ સેવા કાર્ય સાથે કરી હતી. જન્મદિવસની ઉજવણી નિમિત્તે તેમણે શહેરની આંગણવાડીના 251 બાળકોને દત્તક લઇ તેમના પોષણ અને અભ્યાસની જવાબદારી લીધી હતી. આ તકે તેમના આ સેવા કાર્ય બદલ જામનગરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ વિપુલભાઇ કોટક તેમજ ભાજપાના પૂર્વ શહેર પ્રમુખ મુકેશ દાસાણીએ ખાસ ઉપસ્થિત રહી દિવ્યેશ અકબરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી તેમના આ સમાજ સેવાના કાર્યની બિરદાવ્યું હતું.