Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરટાઢોડું : જામનગરમાં 12 ડિગ્રી આસપાસ સ્થિર થયું તાપમાન

ટાઢોડું : જામનગરમાં 12 ડિગ્રી આસપાસ સ્થિર થયું તાપમાન

સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડીનો પ્રકોપ યથાવત : લોકોને તકેદારી રાખવા તંત્રની અપીલ

- Advertisement -

ગુજરાત રાજ્યમાં ફરી એક વખત ઠંડીનો જોરાદાર રાઉન્ડ શરુ થઈ ગયો છે. રાજ્યમાં કાતિલ ઠંડીને કારણે જનજીવન પર પણ અસર પડી રહી છે. છેલ્લા બે દિવસથી ઝડપી ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. રાજ્યમાં વહેલી સવારે અને સાંજ બાદ તાપમાન નીચું જતુ રહે છે. ઉત્તર ભારતમાં ફૂંકાતા પવનને કારણે તેના અસર સીધી ગુજરાત રાજ્યમાં જોવા મળી રહી છે. જામનગરમાં છેલ્લા એક સપ્તાહથી સરેરાશ 12 ડિગ્રી આસપાસ ન્યુનત્તમ તાપમાન સ્થિર રહેતાં ઠંડીએ બરાબરનો ભરડો લીધો છે. સાંજ પડતાં જ ઠાર અને દિવસે ઠંડા પવનો લોકોને ઠૂંઠવી રહયા છે. હજુ બે દિવસ સુધી ઠંડીમાં રાહત મળવાની કોઇ સંભાવના ન હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. બે દિવસ ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સતત ઠંડી પડી રહી છે. સોરાષ્ટ્રમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. ઠંડીના કારણે સવારે ગાઢ ધુમ્મસ હોવાથી વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

- Advertisement -

રાજ્યમાં તાપમાનમાં ઠંડીને કારણે પારો ફરી એકવખત નીચે ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો જોવા મળ્યો હતો. રાજ્યભરમાં ઠંડી વધતા તંત્ર દ્વારા પણ લોકોને તકેદારી રાખવાની પણ અપીલ કરી છે. સાઈક્લોનિક સરક્યુલેશનની અસર રાજ્યમાં જોવા મળી રહી છે. આ કારણે જ રાજ્યમાં ઠંડીનો વધારો થયો છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કાતિલ ઠંડીને કારણે લોકો ઠૂંઠવાયા છે. આજે પણ 10 ડિગ્રી તાપમાન સાથે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં લઘુતમ તાપમાન 2 ડિગ્રી ઘટી 10ડીગ્રીએ પહોંચ્યું છે. રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે એક રાહતના સમાચાર પણ આવ્યા છે. ગુજરાતમાં આવતીકાલથી ઠંડીમાં ઘટાડો જોવા મળી શકે છે તેમ હવામાન વિભાગ દ્વાર જણાવવામાં આવ્યુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular