ઈન્દોરના હોલકરમાં ત્રીજી વન-ડે મેચ રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 90 રને હરાવ્યું હતું. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને વાઇટવોશ કર્યું છે. ટીમ ઈન્ડિયાએ આપેલા 386 રનના ટાર્ગેટની સામે કિવીઝ 41.2 ઓવરમાં 295 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડની પહેલી વિકેટ પડ્યા પછી ડેવોન કોનવે અને હેનરી નિકોલસે ઇનિંગને સંભાળી હતી. બન્ને વચ્ચે 106 રનની પાર્ટનરશિપ થઈ હતી. ઓપનર ડેવોન કોનવેએ શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 100 બોલમાં 138 રન બનાવ્યા હતા.
ટીમનો સેકન્ડ હાઇએસ્ટ રન સ્કોરર હેનરી નિકોલસ રહ્યો હતો. તેણે 40 બોલમાં 42 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી બોલિંગમાં હીરો શાર્દૂલ ઠાકુર રહ્યો હતો. તેણે માત્ર 9 બોલની અંદર ગેમ પલટી દીધી હતી. શાર્દૂલે તેની ચોથી અને પાંચમી ઓવર, એમ બે ઓવરની અંદર જ 3 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવે પણ 3 વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલને 2 વિકેટ, જ્યારે હાર્દિક અને ઉમરાન મલિકને 1-1 વિકેટ મળી હતી. ટીમ ઈન્ડિયાએ ત્રીજી વન-ડે મેચ જીતી લીધી હતી. ટીમે ન્યૂઝીલેન્ડને 90 રને હાર આપી હતી. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયા વન-ડેમાં પણ નંબર-1 બની ગઈ છે. આ જીત સાથે જ ભારતના 114 પોઇન્ટ્સ થઈ ગયા છે. ટીમ ઈન્ડિયા વન-ડે ઉપરાંત ટી20માં પણ નંબર-1 છે, જ્યારે ટેસ્ટમાં બીજા નંબરે છે. ટીમ ઈન્ડિયાએ આજની મેચ જીતી લીધી હતી. આ સાથે જ તેઓએ ન્યૂઝીલેન્ડને ક્લિન સ્વિપ કર્યું હતું. 13 વર્ષ પહેલા 2010માં ટીમ ગૌતમ ગંભીરની કેપિટનશિપમાં આવું પરાક્રમ કરી ચૂકી છે. ત્યારે ભારતે ન્યૂઝીલેન્ડને 5 મેચની સિરીઝમાં 5-0થી હરાવ્યું હતું. તેની પહેલા ટીમ ઈન્ડિયાએ 1988માં 4 મેચની સિરીઝમાં ક્લિન સ્વિપ કરી હતી.