જામનગરમાં રેડક્રોસ સોસાયટી દ્વારા આકાર પામનારા ડેન્ટલ તથા ફીઝીયોથેરાપી સેન્ટર માટે એકઠા થઈ રહેલા દાન અંતર્ગત જામનગરની મહિલા બેંકના એમ.ડી. અને સંસ્કૃતિ ફાઉન્ડેશનના સ્થાપક તથા ગુજરાત સ્ટેટ કો-ઓપ. યુનિયનના ડીરેકટર શેતલબેન શેઠ દ્વારા 19 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. જે બદલ રેડક્રોસ દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો છે.
સેવાકીય કાર્યો સાથે જોડાયેલી રેડક્રોસ સો. દ્વારા જામનગરમાં ડેન્ટલ તથા ફિઝીયોથેરાપી સેન્ટર બનાવવાની મહત્વાકાંક્ષી યોજના હાથ પર લેવામાં આવી છે અને આ માટે અનુદાન પણ એકત્ર કરવામાં આવી રહ્યું છે. આ તકે શેતલબેન શેઠ દ્વારા રેડક્રોસ સોસાયટીના પ્રમુખ બિપીનભાઈ ઝવેરીને એક પત્ર પાઠવીને જણાવવામાં આવ્યું હતું કે, ઈન્ડીયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઈ પટેલ સાથે વાત થયા મુજબ તેઓ માતા ઉર્મીબેન મહેતાના નામથી રેડક્રોસ સોસાયટીને 19 લાખનું અનુદાન આપવા માંગે છે.
ડેન્ટલ તથા ફિઝીયોથેરાપી સંલગ્ન સાધનો પાછળ ખર્ચ તેમજ આ સેન્ટર ઉર્મીબેન મહેતાના નામથી ચાલુ કરવાની ઈચ્છા તેમણે દર્શાવી છે અને ચેક અર્પણ કરાયો છે.
આ તકે રેડક્રોસ સોસાયટીના ચેરમેન બિપીનભાઈ ઝવેરી, વાઇસ ચેરમેન ડો. અવિનાશ ભટ્ટ, કારોબારી સભ્ય આનંદ મહેતા, નિરંજના બહેન વિઠ્ઠલાણી, કિરીટભાઈ શાહ, એડવોકેટ પ્રફુલ્લભાઈ કનખરા, પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, દિપાલીબેન સોની, ડો. પી.બી. વસોયા, ભાર્ગવભાઈ ઠાકર, મનહરભાઈ ત્રિવેદી, નિતીનભાઈ પરમાર, રાજુભાઈ ભાનુશાળી તેમજ રેડ ક્રોસ સોસાયટી જામનગરના વાઈસ ચેરમેન એ આભાર માની તેમજ યાદીમાં જણાવાયું હતું.