અથિયા તથા રાહુલના લગ્ન આજે એટલે કે 23 જાન્યુઆરીના રોજ ખંડાલા સ્થિત સુનીલ શેટ્ટીના ફાર્મહાઉસમાં ફેરા ફરશે. અથિયા તથા કેએલ રાહુલ સાઉથ ઇન્ડિયન વિધિથી લગ્ન કરવાના છે. 22 જાન્યુઆરીના રોજ સંગીત સેરેમની યોજવામાં આવી હતી, જેમાં અથિયા-રાહુલે ’મુઝસે શાદી કરોગી..’ ગીત પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો. અથિયાના ભાઈ તથા માતાએ સ્પેશિયલ ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું હતું. લગ્નમાં માત્ર 100 મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. લગ્ન પહેલાં એટલે કે 22 જાન્યુઆરીએ સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે લગ્ન બાદ તે પૂરા પરિવાર સાથે મીડિયાને મળશે. સૂત્રોના મતે, અથિયા તથા કેએલ રાહુલ પરિવાર તથા નિકટના મિત્રોની હાજરીમાં સાંજે ફેરા ફરશે. સાડા છ વાગ્યાની આસપાસ મીડિયાને મળશે તેમ માનવામાં આવે છે. સૂત્રોના મતે, લગ્નમાં સામેલ થનારા તમામ મહેમાનો ખંડાલા આવી ગયા છે.