Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયકેન્દ્રિયમંત્રીની ઓઇલ કંપનીઓને આજીજી, ભાવ ઘટાડો

કેન્દ્રિયમંત્રીની ઓઇલ કંપનીઓને આજીજી, ભાવ ઘટાડો

કેન્દ્રિયમંત્રીએ કહ્યું, એક સારા કોર્પોરેટ સિટીઝનની ફરજ બજાવો

- Advertisement -

દેશમાં લગભગ 9 માસથી વધુ સમયથી સતત ઉંચા અને કોઈ વધઘટ વગર સ્થાપિત રહેલા પેટ્રોલ-ડિઝલના ભાવમાં રાહતની શકયતા છે. લગભગ એક વર્ષના ગાળા બાદ પ્રથમ વખત કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી હરદીપસિંઘ પુરીએ ઓઈલ કંપનીઓને ‘સલાહ’ આપતા જણાવ્યું હતું કે જો આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રુડતેલના ભાવમાં ઘટાડો થયો હોય તો કંપનીઓએ ઘરઆંગણે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો કરવો જોઈએ.

- Advertisement -

દેશમાં છેલ્લે મે-2022માં પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો થયો હતો જે બાદ કેન્દ્ર સરકારે બન્ને ઉત્પાદનો પરની એકસાઈઝ ડયુટી રૂા.5-5 ઘટાડી હતી અને ત્યારબાદ ક્રુડતેલના સતત ઉંચા ભાવનો હવાલો આપીને બન્ને ઈંધણના ભાવ પણ સતત ઉંચા જ રહ્યા છે. /વારાણસીમાં એક કાર્યક્રમ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં હરદીપસિંઘ પુરીએ જણાવ્યું કે જો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડતેલના ભાવમાં ઘટાડો થયો હોય અને ઓઈલ કંપનીઓની પેટ્રોલ-ડિઝલના ભાવમાં હવે અન્ડર રીકવરીની સ્થિતિ ના હોય તો ઈંધણ (પેટ્રોલ-ડિઝલ) ના ભાવમાં થોડો ઘટાડો કરવો જોઈએ. પુરીએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે યુક્રેન યુદ્ધ સહિતની સમસ્યા હતી અને ક્રુડતેલના ભાવ સતત ઉંચા રહ્યા. તે સમયે પણ ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ એક ‘સારા કોર્પોરેટ સીટીઝન’ની ફરજ બજાવીને પેટ્રોલ-ડિઝલના ભાવ મહદ અંશે સ્થિર રાખ્યા હતા. સરકારે તેઓને ભાવ સ્થગિત રાખવા કહ્યું ન હતું પણ આ નિર્ણય પણ ઓઈલ માર્કેટીંગ કંપનીઓનો જ હતો તેઓ મને પણ સાંભળતા નથી. પુરીએ વધુમાં કહ્યું કે જો કે કેન્દ્ર સરકારે કેન્દ્રની એકસાઈઝ બે વખત ઘટાડીને જનતાને રાહત આપી હતી અને જયાં ભાજપ શાસન છે તે રાજયોમાં ‘શેર’ પણ ઘટાડવામાં આવ્યો હતો પણ વિપક્ષ શાસનના રાજયોમાં તે થયું ન હતું. જો કે દેશના પેટ્રોલિયમ મંત્રીની આ સલાહ છતાં ઓઈલ કંપનીઓ હાલ પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડશે કે કેમ તે એક પ્રશ્ર્ન છે. હવે ક્રુડતેલના ભાવ નીચે આવતા પેટ્રોલના વેચાણમાં ઓઈલ કંપનીઓ પ્રતિ લીટર રૂા.5નો નફો કરે છે પણ ડિઝલના વેચાણમાં પ્રતિલીટર રૂા.13ની ખોટ કરતી હોવાનો કંપનીઓનો દાવો છે. જો કે એક તબકકે ઓઈલ કંપનીઓ ડિઝલ પર રૂા.27.70ની ખોટ કે અન્ડરરીકવરી કરતી હતી અને એપ્રિલ-સપ્ટેમ્બર 2022ના ગાળામાં સરકારી ઓઈલ રૂા.21021 કરોડની ખોટ નોંધાવી હતી. કેન્દ્રએ રાંધણ ગેસના ભાવ કાબુમાં રાખવા ઓઈલ માર્કેટીંગ કંપનીઓને રૂા.22,000 કરોડની મદદ કરવાની જાહેરાત કરી છે. જો કે હજું તે નાણાં ચૂકવાયા નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular