ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૧૨/૨૦૨૧૨૨ જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષા આગામી તા.૨૯ જાન્યુઆરીના રોજ યોજાશે. જે અંતર્ગત પરીક્ષા કેન્દ્ર ક્રમાંક: ૫૧૫૯૮, સંસ્કાર વિદ્યાલય, વિજય નગર- ૧, રિંગ રોડ બાયપાસ, ગીંગણી રોડ, તા. જામજોધપુર, જિલ્લા જામનગરની બદલે નવા સુધારેલ પરીક્ષા કેન્દ્ર ક્રમાંક: ૫૧૫૯૮, સંસ્કાર વિદ્યાલય, હીરો શો રૂમની સામે, ધ્રાફા રોડ, તા. જામજોધપુર, જિલ્લો જામનગર- આ પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે આવવાનું રહેશે.
તેથી, જુના પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા આપવા આવનારા બેઠક ક્રમાંક ૧૨૪૫૭૫૧૫ થી ૧૨૪૫૭૭૫૪ સુધીના કુલ ૨૪૦ ઉમેદવારોએ ઉપરોક્ત જણાવેલ નવા સુધારેલ પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા આપવા માટે આવવાનું રહેશે. કોલ લેટરની અન્ય તમામ વિગતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેની સર્વે પરીક્ષાર્થીઓને નોંધ લેવા માટે મુખ્ય જિલ્લા કો-ઓર્ડીનેટર અને જિલ્લા વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે..