Friday, December 5, 2025
Homeરાજ્યઆજે શનિવારી અમાસના હાથલા મંદિરે ભક્તોની ભીડ

આજે શનિવારી અમાસના હાથલા મંદિરે ભક્તોની ભીડ

શનિદેવે ઉગ્રતા-કોપથી માનવીને મુક્તિ અને શાંતિ આપવા હજારો વર્ષ સુધી આકરૂં તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા

આજે શનિવાર અને અમાસ હોય, આ સંયોગને શનેશ્ર્વરી અમાસ કહેવાય છે. શનિદેવે પોતાની ઉગ્રતા અને કોપથી માનવીને મુક્તિ અને શાંતિ આપવા હજારો વર્ષ સુધી આકરૂં તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા હતાં. આમ શનેશ્ર્વરની કૃપા મેળવવા લોકો શનિ મહારાજની પૂજા કરે છે. આપણા ધાર્મિક ગ્રંથોમાં શનેશ્ર્વરી અમાસનું વિશેષ મહત્વ બતાવ્યું છે.
દ્વારકા જિલ્લાના ભાણવડના હાથલા ગામે શનિ મંદિર આવેલ છે. જેનું એક આગવું મહત્વ જોવા મળે છે. ભક્તો શનિવાર અને અમાસના આ મંદિરે દર્શન કરવાનો લાભ લેતા હોય છે. જ્યારે આજે શનિવાર અને અમાસ સાથે હોય. તેવા સંયોગમાં આ શનેશ્ર્વરી અમાસના ભક્તો ખાસ કરીને હાથલા ગામે બિરાજમાન શનિદેવના મંદિરે દર્શન માટે જતાં જોવા મળે છે.

- Advertisement -

શિયાળાની ઠંડીમાં પણ શનિમહારાજના સાનિધ્યમાં દૂર-દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવ્યા હતાં. શનિની નાની-મોટી પનોતીની પૂજા કરાવીને લોકોએ શનેશ્ર્વરી જયંતિના આ પાવન દિવસે હાથલા ગામે દર્શનનો લ્હાવો લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular