સલાયા નગરપાલિકા ઉપર પીજીવીસીએલનું રૂા. 45 લાખનું લેણું બાકી રહેતું હોય, નગરપાલિકાનું વિજ જોડાણ કપાઇ ગયું છે. છેલ્લા ત્રણ દિવસથી વિજ પુરવઠો કપાઇ જતાં વોટર વર્કસ ઉપર ગંભીર અસર થઇ છે. સલાયાની 45 હજારની વસતિ ધરાવતી જનતા પર જળસંકટનો ભયંકર સામનો કરી રહી છે.