ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ગુજરાતમાં બે દિવસ ઠંડીથી રાહત વચ્ચે ફરી એક વખત કડકડતી ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 24 કલાક બાદ ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં પવનની દિશા બદલાઈ જતા ઠંડીમાં વધારો જોવા મળી શકે છે. રાજ્યમાં અનેક જગ્યાએ તાપમાન ફરી નીચું જશે અને કડકડતી ઠંડી પડશે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક બાદ ઠંડી વધવાની શક્યતા છે. હવામાન વિભાગ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 24 કલાક બાદ ઠંડા પવન ફૂંકાઈ શકે છે અને તેનાથી ઠંડી પડવાની શક્યતા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં અનેક જગ્યાએ આગામી 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડે જોવા મળી શકે છે.
રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાન 2થી 4 ડિગ્રી સુધી ઘટી શકે છે. રાજ્યમા આગામી 24 કલાક બાદ પવનની દિશામાં ફેરફાર જોવા મળશે. આ પવનની દિશા બદલાવવાના કારણે રાજ્યમાં ઠંડીમાં વધારો થઈ શકે છે. અત્યારે રાજ્યમાં 10થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂકાંઇ રહ્યો છે.