જામનગર-રાજકોટ હાઇવે પર ગુલાબનગરના ઢાળિયા પાસે આવેલા એકતા પાનવાળી મિલકતના માલિક ક્રિષ્નાબેન કિશોરભારતી ગોસ્વામી આ મિલકતમાં ત્રણ દુકાનો અને એક રહેણાંકનું મકાન આવેલું છે. ત્રણ દુકાનો પૈકી એક દુકાનમાં આ જ વિસ્તારમાં રહેતા અસગર અબ્દુલે તાળા તોડી દુકાનનો ગેરકાયદેસર કબજો લઇ એકતા પાન સામે દુકાન ચાલુ કરી છે.
ફરિયાદી ક્રિષ્નાબેન દ્વારા આ દુકાનમાંથી બહાર નિકળવા જણાવતા આરોપી રૂા. 10,00,000ની માગણી કરે છે અને કોઇ ત્રાહિત પાસેથી એને કબજો મેળવવો છે તેમ જણાવે છે. આખરે ક્રિષ્નાબેન ગોસ્વામીએ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ તળે આરોપી સામે ફરિયાદ દાખલ કરતાં જિલ્લા કલેકટર દ્વારા કાનૂની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
ફરિયાદી તરફે વકીલ વી.એચ. કનારા, શ્રધ્ધા કનારા, ડી.એન. ભેડા, એસ.બી. વોરિયા, વી.ડી. બારડ, એસ.એસ. ખાંભલા, આર.એ. સફિયા, આર.ડી. શિશોટીયા, આર.એન. વસરા, જે.એન. નંદાણિયા, વી.એસ. ખિમાણિયા, કે.એ. ગોસાઇ, પી.એન. રાડિયા રોકાયા હતાં.