Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરબે સેલ્સમેનોએ પાવડરનું પેકેટ ખોલ્યુ, પછી 20 મિનિટ સુધી શું થયું ખબર...

બે સેલ્સમેનોએ પાવડરનું પેકેટ ખોલ્યુ, પછી 20 મિનિટ સુધી શું થયું ખબર નથી….!

- Advertisement -

જામજોધપુર ગામમાં રામવાડી વિસ્તારમાં આવેલા ફલેટમાં રહેતાં સાસુ-વહુને સેલ્સમેન તરીકે ઓળખ આપી આવેલા બે અજાણ્યા શખ્સોએ બેશુધ્ધ બનાવી સાસુના હાથમાં પહેરેલા બે લાખની કિંમતના સોનાના પાટલા, ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામજોધપુરમાં રામવાડી વિસ્તારમાં આવેલા ઉમા રેસીડેન્સીમાં પહેલામાળે બ્લોક નં.103 માં રહેતાં ચિરાગભાઈ ખાંટ નામના યુવાનના પત્ની અવનીબેન અને માતા હંસાબેન અમૃતભાઇ ખાંટ તથા પુત્રી પલક ખાંટ બુધવારે સવારના સમયે ઘરે હતાં તે દરમિયાન પોણા બાર વાગ્યાના અરસામાં બે અજાણ્યા સેલ્સમેન ડીર્ટજન્ટ પાવડર અને કેમિકલ વેંચવા માટે આવ્યા હતાં અને હંસાબેન તથા તેમના પુત્રવધૂ અવનીબેનને આ ડીર્ટજન્ટ પાવડર દ્વારા મૂર્તિઓ અને દાગીનાની સફાઈ થાય છે તેમ જણાવી બંને સેલ્સમેન સાસુ વહુને વિશ્ર્વાસમાં લેવા માર્કેટીંગ કરતાં હતાં તેમજ તમારી પ્રોડકટ લેવાની ઈચ્છા ન હોય તો કોઇ વાંધો નહીં પરંતુ તમનું આ પ્રોડકટનું ફ્રી સેમ્પલ આપીએ છીએ તે વાપરો એટલે તમને ખબર પડશે કે મૂર્તિ અને દાગીના કેવા ચોખા થઈ જાય છે.

ત્યારબાદ સાસુ-વહુ અને બાળકી પાસે સેલ્સમેને પાવડરનું પેકેટ ખોલતા જ સાસુ-વહુ ભાન ભૂલવા લાગ્યા હતાં અને ગણતરીની સેકંડોમાં જ બેશુદ્ધ થઈ ગયા હતાં. બાદમાં 20 મિનિટ પછી જ્યારે ચિરાગ ખાંટ તેના ઘરે પરત ફર્યા ત્યારે તેની પત્નીએ કહ્યું ‘તમે કયાંય જતાં નહીં 10 મિનિટ અહીં જ રહો’ જેથી ચિરાગભાઇ પાસે તેની 12 વર્ષની પુત્રી પલક આવીને ‘સેફટી જરૂરી છે’ એવું બોલતી હતી તથા તેની માતા બેશુદ્ધ હાલતમાં જોવા મળ્યા હતાં. બાદમાં પતિ-પત્નીએ તપાસ કરતા હંસાબેનના હાથમાં પહેરેલા સાડા ત્રણ તોલા વજનના બે લાખની કિંમતના સોનાના પાટલા ચોરી થયાનું જણાયું હતું. બાદમાં આ અંગે દંપતીએ પોલીસ સ્ટેશને જઈ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ અરજી આપી હતી. જેના આધારે પીઆઈ એમ.એન. ચૌહાણ તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular