લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતો દિવ્યાંગ યુવાન બાવળની ઝાળીઓમાં લઘુશંકા કરવા ગયો ત્યાંથી લાપતા થઈ જતાં પોલીસે યુવાનની શોધખોળ આરંભી હતી.
મળતી વિગત મુજબ, લાલપુર તાલુકાના જોગવડ ગામનો આશાપુરા માતાજીના મંદિર પાછળ રહેતો વિનયબાબુ પ્રકાશભાઇ ખટીક (ઉ.વ.38) નામનો યુવાન જન્મથી જ દિવ્યાંગ હતો અને ગત તા.22 નવેમ્બરના રોજ સવારના 6 વાગ્યાના અરસામાં 5 ફુટની ઉંચાઈ ધરાવતો મધ્યમ બાંધાનો શ્યામવર્ણ યુવાન સફેદ કલરનો ચેકસવાળો શર્ટ અને લીલા કલરનું કોટનનું પેન્ટ તથા મરુન કલરનું જર્સી પહેરેલ દાઢી મુછ વાળો હિન્દી ભાષા બોલતો અને સમજતો યુવાન બાવળની ઝાળીઓમાં લઘુશંકા કરવા ગયો હતો ત્યારથી લાપતા થઈ ગયો હતો. યુવાન અંગે તેના પિતા પ્રકાશભાઇ દ્વારા મેઘપર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે દિવ્યાંગ યુવાન અંગેની કોઇપણ જાણકારી મળી તો તપાસનીશ હેકો એલ.જી.જાડેજાના મો.7984342220 ઉપર જાણ કરવા અપીલ કરી હતી.