Wednesday, January 14, 2026
Homeસમાચારરાષ્ટ્રીયફરી વિશ્વભરમાં તબાહી મચાવશે અલનીનો

ફરી વિશ્વભરમાં તબાહી મચાવશે અલનીનો

અલનીનોના પ્રભાવને કારણે ભારતીય ચોમાસા પર પણ વિપરીત અસર : વિશ્વભરના તાપમાનમાં થશે ભીષણ વધારો

ક્લાઈમેટ ચેન્જની આડ અસરો સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. જેના કારણે વિશ્વના તાપમાનમાં વધારો થયો છે. વિશ્વના તાપમાનને લઈને વૈજ્ઞાનિકોએ ફરીથી એલર્ટ જાહેર કર્યું છે. હવે વૈજ્ઞાનિકોએ આગાહી કરેલ અલ નીનોની અસર અંગે ચેતવણી આપી છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી જારી કરીને કહ્યું છે કે આ વર્ષના અંતમાં અલ નીનો આબોહવાની ઘટના પરત આવવાને કારણે વૈશ્વિક તાપમાનમાં વધારો થશે અને ગંભીર હીટવેવ્સ આવશે. પ્રારંભિક આગાહી સૂચવે છે કે અલ નીનો 2023 પછી ફરી પાછો આવશે અને તે સમગ્ર વિશ્ર્વમાં તાપમાનમાં વધારો કરશે.

- Advertisement -

ન્યૂઝ એજન્સી ધ ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર, વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ‘અલ નીનો’ના કારણે દુનિયા 1.5 ડિગ્રી સેલ્સિયસના તાપમાનને પાર કરે તેવી ઘણી સંભાવનાઓ છે. અલ નીનોની અસર 2016માં પણ જોવા મળી હતી. અલ નીનોના કારણે 2016 એ ઇતિહાસમાં સૌથી ગરમ વર્ષ હતું. તે વર્ષે અલ નીનોને કારણે સખત ગરમી પડી હતી. જે બાદ ફરી એકવાર વૈજ્ઞાનિકોએ ચેતવણી જાહેર કરી છે.

અલ નિનો શું છે? : અલ નીનો એ આબોહવાની પેટર્ન છે. તે પેસિફિકમાં સમુદ્રના તાપમાન અને પવનો દ્વારા સંચાલિત કુદરતી ઓસિલેશનનો એક ભાગ છે. અલ નીનો તેના ઠંડા સમકક્ષ, લા નીના અને તટસ્થ પરિસ્થિતિઓ વચ્ચે સ્વિચ કરે છે. છેલ્લા ત્રણ વર્ષમાં સતત લા નીના ઇવેન્ટ્સનો અસામાન્ય ક્રમ જોવા મળ્યો છે. આ વર્ષ એટલે કે 2023 પહેલાથી જ 2022 કરતા વધુ ગરમ રહેવાની આગાહી કરવામાં આવી છે. અલ નીનો ઉત્તરીય ગોળાર્ધમાં શિયાળા દરમિયાન થાય છે અને તેની ગરમીની અસરો અનુભવવામાં મહિનાઓ લાગે છે. જેનો અર્થ એ થયો કે 2024માં વૈશ્ર્વિક તાપમાનનો નવો રેકોર્ડ સ્થાપવાની શકયતા વધુ છે. માનવ પ્રવળત્તિઓ દ્વારા ઉત્સર્જિત ગ્રીનહાઉસ વાયુઓએ આજ સુધીમાં સરેરાશ વૈશ્ર્વિક તાપમાનમાં આશરે 1.2 જી સે વધારો કર્યો છે. તેણે સમગ્ર વિશ્ર્વમાં આપત્તિજનક અસર કરી છે. અમેરિકા અને યુરોપમાં ભારે હીટવેવથી લઈને પાકિસ્તાન અને નાઈજીરિયામાં વિનાશક પૂર સુધી, પર્યાવરણ સાથે ચેડાંને કારણે લાખો જીવનને નુકસાન થઈ રહ્યું છે. યુકે મેટ ઓફિસના પ્રોફેસર એડમ સ્કેફે જણાવ્યું હતું કે, ‘આગામી મોટો અલ નીનો 1.5 ડિગ્રીથી વધુ તાપમાનમાં વધારો કરી શકે તેવી સંભાવના છે. જોકે સંભવિત અલ નીનોનું પ્રમાણ હજુ સ્પષ્ટ નથી. પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 2024માં અલ નીનોના કારણે આકરી ગરમી પડી શકે છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે જૂન સુધીમાં અલ નીનો સંબંધિત ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular