Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયમુસ્લિમ સમાજ અંગે ખોટા નિવેદનો નહીં આપવા મોદીની સલાહ

મુસ્લિમ સમાજ અંગે ખોટા નિવેદનો નહીં આપવા મોદીની સલાહ

દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના તેવા નેતાઓને સલાહ આપી જેઓ અવાર-નવાર મુસ્લિમ સમુદાય વિશે નિવેદનો આપતાં રહે છે. મોદીએ કહ્યું- મુસ્લિમ સમાજ વિશે ખોટા નિવેદનો આપશો નહીં. પક્ષના કાર્યકરોએ મતની અપેક્ષા રાખ્યા વિના દેશના લઘુમતી સમુદાયને મળવું જોઈએ. પછી ભલે તે મત આપે કે ન આપે.

- Advertisement -

પીએમ મોદીએ મુસ્લિમો, વોહરા સમુદાય, મુસ્લિમ વ્યાવસાયિકો અને શિક્ષિત મુસ્લિમોને મતની અપેક્ષા વિના મળવાનું જણાવ્યું હતું. તેમણે ભાજપના નેતાઓને કોઈપણ સમુદાય વિરુદ્ધ ટિપ્પણી કરવાથી દૂર રહેવાનો આદેશ પણ આપ્યો હતો.

મોદીએ જણાવ્યું કે ભારત માટે આ સમય સૌથી સારો છે અને દેશના વિકાસમાં યોગદાન આપવાની કોશિશને બમણી કરવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે, ’અમૃત કાળ’ને ’કર્તવ્ય કાળ’માં બદલવો જોઈએ ત્યારે જ દેશ આગળ વધશે.
પીએમ મોદીએ કહ્યું કે ’એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પ હેઠળ તમામ રાજ્યોએ એક બીજાને સહયોગ આપવો જોઈએ અને બધા સાથે તાલમેલ જાળવવો જોઈએ. આપણે એકબીજાની ભાષા અને સંસ્કૃતિનું પણ સન્માન કરવું જોઈએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular