Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરહાપા જલારામ મંદિરે 11મી વખત 111 રોટલાનો અન્નકુટ - VIDEO

હાપા જલારામ મંદિરે 11મી વખત 111 રોટલાનો અન્નકુટ – VIDEO

- Advertisement -

સૌરાષ્ટ્રના વિરપુર ગામમાં સંત જલારામબાપા થઇ ગયા હતાં. જેણે 259 વર્ષ પહેલા તા. 17મી જાન્યુ.એ વિરપુરમાં અન્નક્ષેત્ર શરૂ કરેલ હતું. જેની પ્રેરણાથી જામનગરના હાપામાં આવેલ જલારામ મંદિરે છેલ્લા 11 વર્ષથી આ દિવસે રોટલાનો અન્નકોટ કરવામાં આવે છે.

- Advertisement -

રોટલાના પ્રકાર કેટલા? એવું કોઇ પૂછે તો કોઇપણ વ્યક્તિ રોટલાના ત્રણ-ચાર પ્રકાર કહી શકે. પરંતુ જામનગરમાં આવેલા હાપા જલારામ મંદિરમાં તા. 17મી જાન્યુઆરીએ સતત 11મી વખત 111 રોટલાઓનો અન્નકૂટ યોજાયો હતો. બાદમાં રોટલા પ્રસાદરૂપે ભાવિકોમાં વહેંચાયા હતાં. દેને કો ટુકડો ભલો, લેને કો હરિ નામ એ જેઓનો જીવન મંત્ર હતો તેવા સંત શિરોમણી જલારામબાપા અને તેઓના પત્નિ દ્વારા 259 વર્ષ પહેલા એટલે કે, ઇ.સ. 1764માં તા. 17મી જાન્યુઆરીથી અન્નસેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. સંતની આ શીખને ધારણ કરીને જામનગરમાં પણ હાપામાં જલારામ મંદિરે વર્ષો પહેલાથી અન્નક્ષેત્રની સેવા અખંડ રીતે ચાલી રહી છે. દરમિયાન મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા જલારામબાપાએ સેવા યજ્ઞ શરુ કર્યાના તા. 17 જાન્યુ.ના દિવસે પ્રથમ વખત 2012માં વિક્રમી સાઇઝના રોટલા સાથે 111 રોટલાઓનો અન્નકૂટ કરવામાં આવ્યો હતો. જે બાદથી મંદિરના ટ્રસ્ટીઓ અને ભાવિકો દ્વારા સતત દરવર્ષે આ પ્રકારનો અન્નકૂટ યોજવાનું શરુ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

ગઇકાલે 11માં વર્ષે આ પ્રકારના યોજાયેલા અન્નકુટના દર્શને સંખ્યાબંધ જલારામ ભક્તો પહોંચ્યા હતાં. રોટલાના અન્નકૂટમાં ધરવામાં આવેલા રોટલાઓની વેરાઇટીની વાત કરીએ તો બાજરા ઉપરાંત રાગી-બીટ, મકાઇ-કાજુ-ખાંડ, બાજરો-બદામ, રાગી-બદામ, મકાઇ-પાલક, જુવાર-બદામ, ઘઉં-વેસણ-બીટ, જવ-મેથી-ખાંડ, બાજરો-જુગાર-સિંગ, બાજરો-ગલકાના એમ વિવિધ પ્રકારના રોટલા અન્નકૂટમાં ધરવામાં આવ્યા હતાં.

અત્રે ઉલ્લેખનિય છે કે, હાપામાં જલારામ મંદિર ખાતે વર્ષોથી મંદિરના ટ્રસ્ટીઓ અને અનામી સેવાભાવીઓ દ્વારા સવાર-સાંજ અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. ઉપરાંત કોઇને ત્યાં મરણ પ્રસંગે પરિવારો માટે ભોજન પહોંચાડવાની સેવા પણ કરવામાં આવે છે. ઉપરાંત વડીલ વંદના રથ વેનોમાં વડીલોને છોટીકાશીના મંદિરોના દર્શનો કરાવવાની દૈનિક સેવા ચાલુ છે. મંદિરમાં ગઇકાલે 111 રોટલાઓ સાથે-સાથે જે તે સમયે બનાવવમાં આવેલા વિક્રમી એટલે કે, 7×7 ફૂટના રોટલાને પણ અન્નકૂટમાં મૂકાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular