બે વર્ષના કોરોના કાળ બાદ આવતીકાલે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી માટે લોકોનો ઉત્સાહ બેવડાયો છે. જામનગર શહેરમાં પણ ઉત્તરાયણની ઉજવણીને લઇને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પતંગ રસિયાઓ પતંગ ચગાવવા માટે દોર, ફિરકી અને પતંગની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે. જયારે સોસાયટીઓના રહેવાસીઓ દ્વારા પણ ઉંધિયું ખીજડાની મિજબાનીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સલામત રીતે ઉત્તરાયણ મનાવવા તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.