Tuesday, December 24, 2024
Homeરાજ્યસરદારનગરમાં પૂ. ધીરગુરૂદેવનું પ્રવચન

સરદારનગરમાં પૂ. ધીરગુરૂદેવનું પ્રવચન

- Advertisement -

શાલિભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે તા. 13થી શાસનચંદ્રીકા તિર્થસ્વરુપ પૂ. હીરાબાઇ મહાસતીજીના 91માં જન્મોત્સવ અને 73માં સંયમોત્સવ ઉપલક્ષે આયોજિત ત્રિ-દિવસિય ધર્મોત્સવ પ્રસંગે પૂ. ધીરગુરુદેવ તા. 13ના સવારે 9 કલાકે પ્રવચન ફરમાવશે. ત્યારબાદ સમુહ આયંબિલ અને તા. 14ના પ્રવચન બાદ સાધર્મિક પરિવારને કિટ વિતરણ તેમજ તા. 15ના વિરાણી હાઇસ્કૂલના પટાંગણે ડુંગરદરબારમાં સવારે 9:30 કલાકે સંયમ અભિવંના સમારોહ પ્રસંગે પૂ. ધીરજમુનિ મ.સા., પૂ. સુશાંતમુનિ મ.સા., પૂ. નમ્રમુનિ મ.સા. તથા બોટાદ સંપ્રદાયના પૂ. જયેશમુનિ મ.સા. આદિ તથા રાજકોટમાં બિરાજીત મહાસતીજી વૃંદના દર્શનાદિનો લાભ મળશે. જ્યારે પૂ. ધીરગુરુદેવ પ્રેરિત અતિઆધુનિક મેડિકલ સેન્ટરમાં અશ્ર્વિનભાઇ મહેતા, કમલેશ દફતરી (મુંબઇ), અમરગાંધી (સુદાન)નું સન્માન કરાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular