Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરઆહિર સમાજનું 12મું સમૂહભોજન યોજાશે

આહિર સમાજનું 12મું સમૂહભોજન યોજાશે

આહિર સમાજ તથા આહિર યુવા ગુ્રપ દ્વારા રકતદાન કેમ્પ, લોકડાયરો સહિતના કાર્યક્રમોનું આયોજન

- Advertisement -

જામનગરમાં આહિર સમાજ તથા આહિર યુવા ગુ્રપ દ્વારા મકરસંક્રાંતિના દિવસે સમસ્ત આહિર સમાજનું 12મુ સમૂહ ભોજન મહાપ્રસાદ, બ્લડ ડોનેશન કેમ્પ તથા લોકડાયરો જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા સમગ્ર જામનગર શહેરના આહિર સમાજને અનુરોધ કરાયો છે.

- Advertisement -

જામનગર જિલ્લાના આહિર સમાજ તથા આહિર યુવા ગુ્રપ, જામનગર દ્વારા 14મી જાન્યુઆરી મકરસંક્રાંતિના દિવસે સાંજે જામનગર શહેરમાં રહેતા સમસ્ત આહિર સમાજનું 12મું સમૂહ ભોજન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સાંજના લોકસાહિત્ય કલાકાર લાખણશીભાઈ ગઢવી તેમજ ભજનિક બિરજુભાઈ બારોટના સંગાથે લોકડાયરાનું પણ આયોજન છે. આ કાર્યક્રમમાં સમસ્ત આહિર સમાજના જ્ઞાતિજનો સહકુટુંબ સાથે ભોજન તથા લોકડાયરામાં પધારવા આહિર સમાજ તથા આહિર યુવા ગુ્રપ, જામનગર દ્વારા અનુરોધ કર્યો છે. આહિર સમાજ દ્વારા સમૂહ ભોજન, મહાપ્રસાદ સાંજે 5 થી 8 જ્યારે બ્લડ ડોેનેશન કેમ્પ બપોરે 2 થી 8:30 કલાક દરમિયાન યોજવામાં આવશે. ત્યારબાદ રાત્રે 8:30 થી 12 વાગ્યા સુધી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે તો તેમાં તમામ જ્ઞાતિજનોને સત્યમ કોલોની, આહિર સમાજ સામે, શ્રીજી હોલ પાછળ, ઓશવાળ 2 મેઈન રોડ, જામનગર ખાતે ઉપસ્થિત રહેવા જણાવાયું છે.
અગાઉ પણ અગિયાર સમૂહ ભોજનના કાર્યક્રમો થયા છે. તેમાં જ્ઞાતિજનો અને સજમાનો બહોળો પ્રતિસાદ મળેલ છે. તો આ વખતે પણ આ સમૂહ ભોજન, બ્લડ ડોનેશન કેમ્પ તથા લોકડાયરા સહિતના કાર્યક્રમોને તેમજ જ્ઞાતિજનોના વિવિધ પ્રશ્ર્નો, અભ્યાસ અર્થે જાગૃત્તિ તેમજ માહિતી આપવામાં આવશે તેવું આહિર યુવા ગુ્રપના પ્રમુખ ભાવેશભાઈ ગાગીયાએ જણવોલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular