જામનગર વસવાટ કરતાં ગિરીશચંદ્ર શંભુદયાલ દ્વિવેદી તથા આરોપી ગોપાલ દેવીપ્રસાદ તિવારી વચ્ચે મિત્રતાનો સ:બંધ હોય, જેથી સંબંધના નાતે આરોપીએ ફરિયાદી ગિરીશચંદ્ર પાસેથી અંગત જરુરીયાત માટે રૂા. 3 લાખ હાથ ઉછીના લીધા હતાં. ફરિયાદીએ આ હાથઉછીના રકમ પરત માગતા આરોપીએ ફરિયાદીને તેમના ખાતાનો ચેક આપ્યો હતો. જે ચેક ફરિયાદીએ તેમની બેંકમાં જમા કરતાં ચેક અપુરતા ભંડોળના કારણે પરત ફરતાં આરોપીને ફરિયાદીએ લીગલ નોટીસ આપી હતી. જે લીગલ નોટીસનો પણ આરોપીએ કોઇ જવાબ આપેલ નહીં જેથી ફરિયાદીએ અદાલતમાં ચેક રિટર્ન અંગેની ફરિયાદ દાખલ કરી હતી. તમામ દલીલો અને દસ્તાવેજો ધ્યાને લઇ અને અદાલતે ફરિયાદી તરફે થયેલ દલીલ અને ફરિયાદીનો કેસ માન્ય રાખી અને આરોપીને 1 વર્ષની સજા અને 3 લાખ ફરિયાદીને વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઇ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નાખવા તથા આસી. નિતેશ મુછડીયા રોકાયેલા હતાં.