Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતઉત્તરાયણ પહેલાં પરત ફરશે કડકડતી ઠંડી

ઉત્તરાયણ પહેલાં પરત ફરશે કડકડતી ઠંડી

- Advertisement -

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો ઓછો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી ઓછી પડતી હતી. પરંતુ હવે આગામી 13 થી ફરીવાર કડકડતી ઠંડીનો ચમકારો શરૂ થશે. અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 10 થી 11 ડિગ્રી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ આજે અને કાલના તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. આગામી પાંચ દિવસ પણ વરસાદની કોઈ આગાહી નથી. દર વર્ષે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સવારે સારી રહેતી હોય છે અને બપોર પછી ઓછી થઈ જતી હોય છે. જેથી પતંગ રસિકોની મજા બગડતી હોય છે. પરંતુ આ વખતની ઉત્તરાયણમાં પતંગ રસિકોને મજા પડી જશે. હવામાન વિભાગે પતંગ રસિકો માટે આગાહી કરી છે. ઉત્તરાયણના દિવસે આ વખતે સારો પવન રહેવાની શક્યતાઓ છે. હાલમાં રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે. આગામી ત્રણ દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. ઉત્તરાયણના દિવસે પવનની ગતિ 10 કિ,મી પ્રતિકલાક રહેવાની શક્યતાઓ છે. જ્યારે કેટલાક સ્થળો પર પવનની ગતિ 20 કિ.મી પ્રતિકલાક રહેવાની શક્યતાઓ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular