Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયપાનીપતના સિંઘમ હેડ કોન્સ્ટેબલે જેલના ડીએસપીને તતડાવ્યા

પાનીપતના સિંઘમ હેડ કોન્સ્ટેબલે જેલના ડીએસપીને તતડાવ્યા

હરિયાણાના પાનીપત પોલીસના સિંઘમ નામથી પ્રખ્યાત હેડ કોન્સ્ટેબલ આશિષ કુમાર એક વખત ફરી ચર્ચામાં આવ્યા છે. હાલ સોશિયલ મીડિયામાં તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં, તેઓ શહેરની બહાર GT રોડ પર બાબરપુર ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા. ફરજ દરમિયાન તેમણે ટોલ પ્લાઝા પર પોલીસ, આર્મીના કાર્ડ બતાવી ફ્રીમાં ટોલ ક્રોસ કરનાર પર કબજો જમાવ્યો છે. આ દરમિયાન તેમણે પાણીપત જેલના DSP જોગેન્દ્ર દેશવાલના પુત્રનું વાહન પણ પકડ્યું છે. તેમનો પુત્ર પણ કાર્ડ બતાવીને ટોલ વટાવતો હતો. DSPનો પુત્ર જ્યારે તેમના પિતાને આશીષ સાથે ફોન પર વાત કરાવે છે, ત્યારે આશીષે તેમને કહ્યું કે, તમે જે જેલના DSP હશો, તે જ જેલમાં બંધ થઈ જશો. કારણ કે આ રીતે, જો તમે કાર્ડનો ઉપયોગ તમારા સિવાય અન્ય કોઈને કરવાની મંજૂરી આપો છો, તો તે ગેરકાયદેસર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular