Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતહાશ...ઠંડી ઘટી, બે દિવસ રહેશે રાહત

હાશ…ઠંડી ઘટી, બે દિવસ રહેશે રાહત

ઠંડા પવનો ઘટતાં તાપમાન 2 થી 4 ડિગ્રી ઉચકાયું : રાજ્યમાં સવારે ઠંડી તો બપોરે ગરમી જેવું વાતાવરણ જોવા મળશે

- Advertisement -

રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી બે દિવસ સવાર-સાંજ બેવડી ઋતુ અનુભવ થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં સવારે ઠંડી અને બપોરે ગરમી જેવું વાતાવરણ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઠંડા પવનોમાં ઘટાડો થતા બેવડી ઋતુ અનુભવ જોવા મળશે. આજે અમદાવાદ સહિત 15 શહેરોમાં 30 ડિગ્રી તાપમાન થતા ઠંડીમાં રાહત મળશે. હવામાન વિભાગની આગામી મુજબ રાજ્યમાં દિવસમાં ઠંડીનું પ્રમાણ ઘટવાની આગાહી કરી છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી 2 દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓછું થતા ઠંડીનું પ્રમાણ ઘટશે. જેને લઈ બે દિવસ તાપમાન ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે અમદાવાદ,ગાંધીનગરમાં દિવસનું તાપમાન 30.5 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. જ્યારે રાત્રિના સમયમાં તાપમાન વધવાની આગાહી કરી છે. જેમા રાત્રી દરમ્યાન એક બે ડિગ્રી તાપમાન વધવાની તેમજ બપોરે ગરમી અસર વર્તાશે તેવી આગાહી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular