કોરોના કાળના બે વર્ષ બાદ આખરે અમદાવાદ સહિત ગુજરાતમાં પતંગોત્સવનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઇકાલે અમદાવાદમાં રિવર ફ્રન્ટ પર આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવનો શાનદાન પ્રારંભ કરાવ્યો હતો. આ પતંગોત્સવમાં વિશ્ર્વના 68 દેશોના 126 થી વધુ પતંગબાજો જયારે ભારતના 14 રાજયોના 6પ થી વધુ પતંગબાજો ભાગ લઇ રહયા છે. પતંગ ઉદ્યોગ રાજયના સવા લાખ લોકોને રોજગારી આપે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023ના શુભારંભ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલી કાઇટ ફેસ્ટીવલની પરંપરા આજે વૈશ્વિક ઓળખ બની છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાતના વિકાસની પતંગ સતત બે દાયકાથી નવી ઉંચાઇઓ પાર કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, પતંગ મહોત્સવ આકાશને આંબવાનો, નવી ઉંચાઇઓ સર કરવાનો અવસર છે. પતંગ ઉન્નતિ, પ્રગતિ અને ઉડાનનું પ્રતિક છે અને કાઇટ ફેસ્ટિવલ જેવા ગુજરાતના તહેવારો ઇન્ટરનેશનલ એટ્રેક્શન બન્યા છે એમ તેમણે ઉમેર્યું હતું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના 2023 ની વાત કરતા મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે, આ વર્ષનો પતંગ મહોત્સવ આપણે જી-ટ્વેન્ટીની થીમ – ’વસુધૈવ કુટુંમ્બકમ’ સાથે ઉજવી રહ્યાં છીએ.
કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે ગયા વર્ષે 7 સપ્ટેમ્બરે જયારે રાહુલ ગાંધીની યાત્રા ક્ધયાકુમારીથી શરૂ થઈ હતી, ત્યારે પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે કેટલીક તારીખો અંગે ચર્ચા કરી હતી કે બીજી યાત્રાની યોજના શું છે. હાલમાં તે તારીખો સાથે ભારત જોડો યાત્રાના બીજા તબક્કાની શરૂઆતનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો પ્રથમ તબક્કો થોડા સમયમાં સમાપ્ત થશે. ભારત જોડો યાત્રાને લોકોનું ભારે જનસમર્થન મળી રહ્યું છે, દેશનો મોટો હિસ્સો હજુ સુધી આ યાત્રામાં જોડાઈ શક્યો નથી. તેથી સપ્ટેમ્બરમાં જયારે ભારત જોડો યાત્રા શરૂ કરવામાં આવી ત્યારે બીજી ભારત જોડો યાત્રા શરૂ થાય તેવું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હવે જયારે દેશભરમાંથી લોકો માંગ કરી રહ્યા છે કે રાહુલ ગાંધીએ તે રાજયોમાં પણ જવું જોઈએ જયાં તેઓ અત્યાર સુધી પહોંચી શક્યા નથી ત્યારે આ યાત્રાનો બીજો તબક્કો નક્કી કરવામાં આવી રહ્યો છે. એવું કહેવાય છે કે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરથી આ યાત્રા શરૂ થાય તેવી શક્યતા છે.