ખંભાળિયા પંથકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા મહાવીરસિંહ ગોહિલને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના કેશોદ ગામના વાડી વિસ્તારમાં રહેતા રાયદે પુંજાભાઈ પરમાર નામના 52 વર્ષના ડફેર શખ્સને ઝડપી લીધો હતો. ઉપરોક્ત શખ્સ કેશોદ ગામની સીમમાં જંગલી જનાવરના શિકાર અર્થે જતા એસ.ઓ.જી. પોલીસે ઝડપી લઇ, ચેકિંગ કરતા તેની પાસેથી હાથ બનાવટની જામગરી બંદૂક મળી આવી હતી. તેનો કોઈ પાસ કરવાનો તેની પાસે ન હતો.
આથી પોલીસે આરોપી રાયદે પુંજાભાઈ પરમાર સામે હથિયારાની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ અર્થે તેનો કબજો ખંભાળિયા પોલીસને સોપ્યો છે.