દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેર તથા તાલુકામાં પોલીસ તંત્ર દ્વારા શનિવારે દેશી દારૂના કેસ તેમજ પીધેલા શખ્સો સામે કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત ખંભાળિયા-જામનગર હાઈ-વે પર દાતા ગામેથી પોલીસે નીતિન ભીમજીભાઈ મહેતા નામના 35 વર્ષના શખ્સને રૂપિયા બે લાખની કિંમતની મારુતિ સ્વીફ્ટ કારમાં અડધો લીટર દેશી દારૂ સાથે નીકળતા ઝડપી લઇ, કુલ રૂપિયા 2,00,010 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દાતા ગામના ભરવાડ ફળિયુ વિસ્તારમાં રહેતા જીતેન્દ્રસિંહ રણુભા જાડેજા નામના 38 વર્ષના શખ્સને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો.
ખંભાળિયા તાલુકાના સલાયા ગામેથી પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 15,000 ની ઓટો રીક્ષા લઈને નીકળેલા સાલેમામદ હાસમ ભટ્ટી (ઉ.વ. 35, રહે. ઓલિયા પીરની દરગાહ પાસે) ની અટકાયત કરી હતી.
સલાયા ચેક પોસ્ટ પાસેથી પોલીસે રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા જુનસ અબ્દુલ ભટ્ટી (ઉ.વ. 50) નામના શખ્સને પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો.
ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીકના ભરાણા ગામે રહેતા આનંદબા દીપસંગભા જાડેજા નામના મહિલાના ઘરમાંથી પોલીસે રૂપિયા 80 ની કિંમતનો ચાર લીટર દેશી દારૂ કબજે કરી, પ્રોહી. એક્ટ મુજબ આગળની કાર્યવાહી કરી હતી.